Ahmedabad : બાળકોને નશાના રવાડે ચઢાવીને ભીખ મંગાવવાના નેટવર્કનો પર્દાફાશ

|

Apr 08, 2022 | 4:29 PM

પોલીસને મળી આવેલું બાળક 3 વર્ષ પહેલાં જ બિહારથી અમદાવાદ આવ્યો છે. બિહારનો રાજા જમીનદાર બંગાળી નામનો શખ્સ લાવ્યો હતો. આ બાળક ફૂટપાથ પર મૂકીને ફરાર થઈ ગયો હતો. બાળક ભીખ માંગી ને પોતાનું ગુજરાન ચલાવતો હતો. ત્યારે આ દંપતીએ નશાના રવાડે ચઢાવીને તેની જિંદગી બરબાદ કરી હતી.

Ahmedabad : બાળકોને નશાના રવાડે ચઢાવીને ભીખ મંગાવવાના નેટવર્કનો પર્દાફાશ
Ahmedabad Police Arrest Accused

Follow us on

અમદાવાદમાં(Ahmedabad)બાળકોને નશાના રવાડે ચઢાવીને ભીખ મંગાવવાના(Begging ) નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. કારંજ પોલીસે(Police)એક દંપતીની ધરપકડ કરી છે. જેમાં 10 થી વધુ બાળકોને ટાર્ગેટ કરીને નેટવર્ક ચાલતું હતું . પોલીસે ધરપકડ કરેલા આરોપી સંગીતા મકવાણા અને હિતેશ ચીકના છે. આ આરોપીએ નિર્દોષ બાળકોને નશાના રવાડે ચઢાવીને ભીખ મંગાવતા હતા. બાળકો પાસે રૂપિયા ત્રણ હજારનો ટાર્ગેટ આપતા હોવાનો ખુલાસો થયો હતો. આ ઘટના કઈક એવી છે કે 30 માર્ચના રોજ 16 વર્ષનો બાળક બિનવારસી મળ્યો હતો. આ બાળકને પોલીસે જુવેનાઇલ એડ સેન્ટર માં રાખ્યો હતો. જેમાં બાળકના કાઉન્સિલીગ દરમ્યાન ખુલાસો થયો કે આ દંપતી બાળકને સાઇકલ સિલોસનનો નશો કરાવતા હતા. જેમાં નશો કરવા માટે રૂપિયા 3 હજારનો ટાર્ગેટ આપતા હતા. આ મામલે કારંજ પોલીસને માહિતી આપતા પોલીસે ગુનો નોંધીને આ દંપતીની ધરપકડ કરી.

સિલોસનનો નશો કરાવી  બાળકોને 3000 ની કમાણીનો ટાર્ગેટ આપતા

જેમાં પકડાયેલુ આ દંપતી સંગીતા અને હિતેશ ફૂટપાથ પર રહે છે.. અને સાઇકલ ના પંચર માટે વપરાતું સાઇકલ સિલોસનનો નશો અનાથ બાળકો ને કરાવતા હતા.. આ પ્રકારે 10 થી વધુ બાળકો ને આ સિલોસન ની લત લગાવી છે.. આ સિલોસનનો નશો કરાવી  બાળકોને 3000 ની કમાણીનો ટાર્ગેટ આપતા હતા. આ સિલોસન નું વેચાણ કરીને અથવા ભીખ કે ચોરી કરીને બાળકો ટાર્ગેટ પૂરો કરતા હતા. જો બાળકો રૂ 3 હજાર આ દંપતીને ના આપે તો આરોપીઓ તેઓને મારતા હતા. આ બાળક પર માર થી બચવા નાસી ગયો અને પોલીસને મળી આવ્યો હતો.. આ આરોપીઓ 7 થી 16 વર્ષના બાળકોને ટાર્ગેટ કરીને નશાના રવાડે ચઢાવીને ગેરકાયદે પ્રવૃત્તિ કરાવતા હોવાનો ખુલાસો થયો છે.

બાળકોની ઓળખ મેળવીને તેઓને નશા મુક્તિ કેન્દ્ર માં મોકલવાની કાર્યવાહી

પોલીસને મળી આવેલું બાળક 3 વર્ષ પહેલાં જ બિહારથી અમદાવાદ આવ્યો છે. બિહારનો રાજા જમીનદાર બંગાળી નામનો શખ્સ લાવ્યો હતો. આ બાળક ફૂટપાથ પર મૂકીને ફરાર થઈ ગયો હતો. બાળક ભીખ માંગી ને પોતાનું ગુજરાન ચલાવતો હતો. ત્યારે આ દંપતીએ નશાના રવાડે ચઢાવીને તેની જિંદગી બરબાદ કરી હતી. આ નેટવર્કમાં આ દંપતી, બિહારનો રાજા બંગાળી અને સાઇકલ સિલોસનનું વેચાણ કરાવતા અનેક લોકોની સંડોવણી સામે આવી છે. જેથી પોલીસે નેટવર્કમાં સંડોવાયેલા આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ ઉપરાંત નશના બધાંની થયેલા બાળકોની ઓળખ મેળવીને તેઓને નશા મુક્તિ કેન્દ્ર માં મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પણ વાંચો :  Ahmedabad: પ્રેમલગ્ન કરનાર યુવતીનું અપહરણ, સગી જનેતાએ જ અપહરણને આપ્યો અંજામ, 6 લોકોની થઈ ધરપકડ

આ પણ વાંચો : Rajkot: કોંગ્રેસે મોંઘવારીના વિરોધ પ્રદર્શન માટે મંજૂરી માગી, પોલીસે આ કારણ જણાવી મંજુરી ન આપી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article