અમદાવાદ : બોપલ-ઘુમા નગરપાલિકાના 250થી વધારે સફાઈ કામદારો 12 દિવસથી હડતાળ પર

| Edited By: | Updated on: Nov 01, 2021 | 4:45 PM

સફાઈ કામદારોને છેલ્લા ચાર મહિનાનો પગાર ચૂકવવામાં આવે, કર્મચારીઓને મહાનગરપાલિકામાં સમાવવામાં આવે તે સહિતની પડતર માગણીઓને લઈને આ કર્મચારીઓ છેલ્લા 12 દિવસથી હડતાળ પર બેઠા છે.

બોપલ-ઘુમા નગરપાલિકાના 250થી વધારે સફાઈ કામદારો 12 દિવસથી હડતાળ પર છે. સફાઈ કામદારોને છેલ્લા ચાર મહિનાનો પગાર ચૂકવવામાં આવે, કર્મચારીઓને મહાનગરપાલિકામાં સમાવવામાં આવે તે સહિતની પડતર માગણીઓને લઈને આ કર્મચારીઓ છેલ્લા 12 દિવસથી હડતાળ પર બેઠા છે. તંત્ર તરફથી તેમની માગણીઓને સંતોષવામાં નહીં આવતા બોપલ નગરપાલિકામાં જ આ કર્મચારીઓ ધામા નાખીને બેઠા છે. હડતાળ કરી રહેલા સફાઈકર્મીઓનું કહેવું છે કે છેલ્લા ચાર મહિનાનો પગાર ચૂકવવામાં નથી આવ્યો. જેના કારણે તેમની દિવાળી બગડી રહી છે. વારંવારની રજૂઆત છતાં તંત્ર તરફથી કોઈ જ ફરિયાદ સાંભળવામાં નહીં આવતી હોવાના આક્ષેપ કર્મચારીઓ કરી રહ્યા છે.

સફાઈકર્મીઓની હડતાળને પગલે બોપલ-ઘુમામાં સફાઈ નથી થઈ રહી. જેને કારણે અહીંના રસ્તાઓ અને શેરીઓમાં ગંદકીના ઢગ ખડકાયા છે. જેને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યા છો. તંત્ર અને કર્મચારીઓની આ લડતમાં સ્થાનિકોને પરેશાન થવાનો વારો આવ્યો છે.

સફાઈ કામદારોએ નગરપાલિકાની ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. સફાઈ કામદારોને છેલ્લા ચાર મહિનાથી પગાર મળ્યો નથી. દિવાળીના તહેવારમાં ચાર ચાર મહિનાથી પગાર ના મળતાં સફાઈ કામદારોને ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે. ત્યારે 4 મહિનાનો બાકી પગાર તાત્કાલિક ચૂકવી સફાઈ કામદારોને એએમસીમાં સમાવી કાયમી કરવાની માંગ છે.

 

 

આ પણ વાંચો : બનાસકાંઠા : થરાદમાં અફીણની હેરાફેરીનો પર્દાફાશ, ખોડા ચેકપોસ્ટ પરથી બે શખ્સો ઝડપાયા

આ પણ વાંચો : JoSAA Counselling 2021: JoSAA સીટ એલોટમેન્ટ રાઉન્ડ 2નું પરિણામ આજે થશે જાહેર, આ રીતે કરો ચેક

Published on: Nov 01, 2021 04:35 PM