Ahmedabad: બે વર્ષમાં એડવોકેટ એસોસિએશન દ્વારા અનેક લોકોને મદદ કરવામાં આવી, એસોસિએશને સમયગાળાને યાદ કર્યો

|

Feb 21, 2022 | 1:32 PM

કોરોનાકાળમાં રાજ્યના ન્યાયતંત્ર વર્ચ્યુઅલ પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો હતો, જેના કારણે વકીલાત સાથે સંકળાયેલા હજારો લોકોની રોજગારી પર પણ તેની અસર જોવા મળી.

Ahmedabad: બે વર્ષમાં એડવોકેટ એસોસિએશન દ્વારા અનેક લોકોને મદદ કરવામાં આવી, એસોસિએશને સમયગાળાને યાદ કર્યો
Gujarat High court

Follow us on

કોરોના (Corona) કાળમાં ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)માં પ્રત્યક્ષ સુનાવણી બંધ થઈ ગઈ હતી. જેના કારણે નાના સ્તરે કાર્યરત એવા એડવોકેટ્સ (Gujarat High Court) માટે આવકના તમામ સ્ત્રોત બંધ થઈ ગયા હતા. આ બે વર્ષમાં બે વર્ષમાં એડવોકેટ એસોસિએશન (Advocates Association) દ્વારા અનેક લોકોને મદદ કરવામાં આવી હતી. હાઇકોર્ટમાં હવે પ્રત્યક્ષ સુનાવણી શરૂ થઈ ગઈ છે. ત્યારે તે સમયગાળાને હાઈકોર્ટ એસોસિએશને યાદ કર્યો.

2 વર્ષમાં અનેક વકીલોએ મુશ્કેલી વેઠી

2020ની શરૂઆતથી દેશ અને વિદેશમાં કોરોના સંક્રમણ ભરડો લઈ રહ્યું હતું. જેના કારણે શાળાઓથી લઈને ન્યાયતંત્ર સહિત તમામ જગ્યાએ સંક્રમણને રોકવા ઓફલાઈનની જગ્યાએ ઓનલાઇન પદ્ધતિ અપનાવવામાં આવી. રાજ્યના ન્યાયતંત્ર વર્ચ્યુઅલ પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો હતો, જેના કારણે વકીલાત સાથે સંકળાયેલા હજારો લોકોની રોજગારી પર પણ તેની અસર જોવા મળી. સતત બંધ રહેતી કોર્ટના કારણે વકીલાત સાથે સંકળાયેલા લોકોને અનેક મુશ્કેલી વેઠવી પડતી હતી.

એડવોકેટ એસોસિએશન દ્વારા કરાઇ સહાય

એડવોકેટ એસોસિએશન દ્વારા અનેક લોકોનું લિસ્ટ તૈયાર કરીને સ્ક્રુટીની કરવામાં આવી અને સહાય લેનારા લોકોની નામ જાહેર ન કરવાની શરતે આ મદદ શરૂ થઈ. આ માધ્યમમાં અનેક લોકોને દર મહિને દસ હજારથી લઈને 25 હજાર સુધીની સહાય પણ ચૂકવવામાં આવી. જેના કારણે તેઓ પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

કોરોના કાળની બીજી વેવ વખતે રાજ્યમાં સંક્રમણ તેની ઊંચાઈ પર હતું અનેક લોકો હોસ્પિટલની બહાર સારવાર લેવા માટે ઊભા હતા. એક તરફ તંત્ર અને સરકાર લાચાર દેખાઈ રહી હતી. તેવામાં ન્યાયતંત્ર અને એડવોકેટ એસોસિએશન એક્શનમાં આવ્યું હતુ, તમામ નાના જિલ્લાઓએ લઈને અમદાવાદ શહેરની પરિસ્થિતિનો ચિતાર હાઇકોર્ટ સમક્ષ મુક્યો અને ત્યારબાદ હાઇકોર્ટ દ્વારા પણ સુઓમોટો લેવામાં આવી.

હવે જ્યારે કોરોનાના કેસ ઓછા થઇ રહ્યા છે. ત્યારે 2 વર્ષ બાદ આજથી ગુજરાત હાઇકોર્ટ સહિતની કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ થઇ છે. સવારથી જ હાઇકોર્ટમાં ચહલપહલ જોવા મળી હતી અને વકીલોના મોઢે પણ ખુશી જોવા મળી.

આ પણ વાંચો-

Gandhinagar: કોંગ્રેસમાં શરૂ થઈ ફરી ધોવાણની સિઝન, કમલમ ખાતે પૂર્વ કોંગ્રેસ MLA હીરા પટેલ સહિત 200 કાર્યકર ભાજપમાં જોડાયા

આ પણ વાંચો-

બે વર્ષ બાદ આજથી ગુજરાતમાં સ્કૂલો-કોલેજો સંપૂર્ણપણે ઓફલાઈન ચાલશે, વિદ્યાર્થીઓની હાજરી ફરજીયાત રહેશે

Next Article