Breaking News : અમદાવાદના સાણંદ તાલુકામાં કલાણા ગામે જૂથ અથડામણ, બે સમાજના લોકો વચ્ચે થયો પથ્થરમારો

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કલાણા ગામે બે સમાજના લોકો વચ્ચે ફરી એકવાર તણાવની સ્થિતિ સર્જાઈ હતી. અગાઉ બનેલી ઘટનાને લઈને વિવાદ ફરી ઉગ્ર બનતા બંને પક્ષો સામસામે આવી ગયા હતા, જેમાં પથ્થરમારો થયો હોવાના અહેવાલો મળ્યા છે.

Breaking News : અમદાવાદના સાણંદ તાલુકામાં કલાણા ગામે જૂથ અથડામણ, બે સમાજના લોકો વચ્ચે થયો પથ્થરમારો
| Edited By: | Updated on: Dec 30, 2025 | 2:36 PM

અમદાવાદના સાણંદ તાલુકામાં ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે જિલ્લા પોલીસ વડા સહિતનો મોટો પોલીસ કાફલો ધરણા સ્થળે તૈનાત કરવામાં આવ્યો હતો. ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે.

અગાઉ બનેલી ઘટનાને લઈને સાણંદ તાલુકાના કલાણા ગામે ફરી એકવાર મામલો ગરમાયો હતો. બંને સમાજના લોકો વચ્ચે તણાવ વધતા પરિસ્થિતિ બગડવાની આશંકા ઉભી થઈ હતી, જેના પગલે ગામમાં અશાંતિ ફેલાઈ હતી.

 

પરિસ્થિતિની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડા સહિતનો મોટો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા વિસ્તારને કાબૂમાં લેવામાં આવ્યો અને શાંતિ જાળવવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

પોલીસે પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી અને આ મામલે અંદાજે 30 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે અને સમગ્ર ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે.

રાજ્યમાં પ્રથમ વખત જીવલેણ ચાઈનીઝ દોરી સામે ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી, જાણવા માટે અહીં ક્લિક કરો..

Published On - 2:25 pm, Tue, 30 December 25