Ahmedabad: મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ટાઈફોઈડ, કમળાના દર્દીઓની લાઈન

|

Nov 10, 2021 | 10:19 AM

Ahmedabad: શહેરમાં મચ્છર અને પાણીજન્ય રોગોમાં વધારો જોવા મળી રહ્યો છે. ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ટાઈફોઈડ અને કમળો થયા હોવાની ફરિયાદ તેમજ દર્દીની લાઈન પણ જોવા મળી રહી છે.

Ahmedabad: શહેરમાં મચ્છર (mosquito) અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. અમદાવાદ શહેરમાં ડેન્ગ્યૂના (dengue) કેસમાં ગત વર્ષની સરખામણીએ પાંચ ગણા જેટલો વધારો નોંધાયો છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં 68 દિવસમાં ડેન્ગ્યૂના 680 દર્દી નોંધાયા છે. તો અસારવા સિવિલ હોસ્પિટલમાં ચિકનગુનિયાના (chikungunya) 299 કેસ સામે આવ્યા. અમદાવાદના વિવિધ મ્યુનિસિપલ અર્બન હેલ્થ સેન્ટરોમાં છ દિવસમાં જ 4 હજાર જેટલા લોકોના બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો સંખ્યાબંધ વિસ્તારોમાં ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યૂના અનેક દર્દીઓ સારવાર હેઠળ છે. આમ છતાં આરોગ્ય વિભાગ અને તંત્ર સબ સલામતના દાવા કરી રહ્યું છે.

શહેરમાં શિયાળાના આગમન સાથે જ શરદી-ઉધરના કેસ વધ્યા છે. ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની લાઈન લાગી છે. તો બીજી તરફ ઝાડા-ઉલટીના 57 ટાઈફોઈડના 49, કમળાના 23 જેટલા કેસ નોંધાયા છે. શિયાળામાં મચ્છરોનો ઉપદ્રવ વધતા ડેન્ગ્યૂના કેસમાં હજી વધારો થવાની નિષ્ણાંતોએ ચિંતા વ્યક્ત કરી છે. તો બાળકો અને વૃદ્ધોને ડેન્ગ્યૂથી બચવા ખાસ સાવચેતી રાખવાની પણ તબીબો સલાહ આપી રહ્યાં છે. તો ચાલો તમને જણાવી દઈએ કે આ રોગોથી બચવા તમે શું શું કરી શકો છો.

રોગચાળાથી બચવા આટલું કરો

પાણી હંમેશા ઉકાળીને પીવાનું રાખો.
બિનઆરોગ્યપ્રદ ખુલ્લા ખોરાક ન જમો.
ઘરનું બનાવેલું ગરમ ભોજન જ જમો.
પાણી વધારે પ્રમાણમાં પીવાનું રાખો.
ઘરની આસપાસ મચ્છરનો ઉપદ્રવ અટકાવો.
મચ્છરદાનીનો ઉપયોગ કરો.

 

આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

આ પણ વાંચો: દિવાળી બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારની પ્રથમ કેબિનેટ બેઠક, થઈ શકે છે આ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા

Next Video