AHMEDABAD : 108 ઇમરજન્સી કોલમાં વધારો, એક જ દિવસમાં નોંધાયા અધધ ઇમરજન્સી કોલ

|

Apr 17, 2021 | 6:51 PM

AHMEDABAD : ગુજરાતમાં કોરોના કેસ બુલેટ ગતિએ વધી રહ્યા છે. જે થમવાનું નામ થઈ લઈ રહ્યાં. ત્યાં બીજી તરફ 108 ઇમરજન્સી સેવાની પણ હાલત કઈંક આવી છે. કેમ કે 108 ઇમરજન્સી સેવામાં પણ દિવસે દિવસે કોલ વધી રહ્યાં છે.

AHMEDABAD : 108 ઇમરજન્સી કોલમાં વધારો, એક જ દિવસમાં નોંધાયા અધધ ઇમરજન્સી કોલ
ફાઇલ

Follow us on

AHMEDABAD : ગુજરાતમાં કોરોના કેસ બુલેટ ગતિએ વધી રહ્યા છે. જે થમવાનું નામ થઈ લઈ રહ્યાં. ત્યાં બીજી તરફ 108 ઇમરજન્સી સેવાની પણ હાલત કઈંક આવી છે. કેમ કે 108 ઇમરજન્સી સેવામાં પણ દિવસે દિવસે કોલ વધી રહ્યાં છે. અને તેમાં પણ શુક્રવારે એક દિવસ માં 25 હજાર ઇમરજન્સી કોલ નોંધાયાનું સામે આવ્યું છે. જેમાં મોટા ભાગના કોલ કોરોના દર્દીને લગતા નોંધાયા છે.

108 ઇમરજન્સી સેવાના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિએ જણાવ્યું. કે 108 ઇમરજન્સીમાં કોલ સતત વધી રહ્યા છે. જેમાં છેલ્લા એક સપ્તાહમાં ખૂબ વધુ કોલ નોંધાયા છે. પહેલા સામાન્ય દિવસોમાં 3 હાજર આસપાસ કોલ નોંધાતા હતા. જે વધી એક સપ્તાહ પહેલા 7 થી 8 હજાર કોલ પર પહોંચ્યા. જેમાં ઉતરોતર વધારો થતો ગયો. બાદમાં 12 હજાર તો 15 હજાર જેટલા કોલ નોંધાયા છે. અને તેમાં પણ શુક્રવારે તો આ રેકોર્ડ પણ તૂટી ગયો છે. કેમ કે શુક્રવારે એક દિવસમાં જ ઇમરજન્સી કોલ 25 હજાર ઉપર નોંધાયા છે. જે સૌથી મોટો આંકડો માનવામાં આવી રહ્યો છે.

Coo જશવંત પ્રજાપતિના જણાવ્યા અનુસાર પહેલા કોરોના માટે 30 એમ્બ્યુલન્સ કાર્યરત હતી. પણ જેમ કેસ વધતા ગયા તેમ એમ્બ્યુલન્સમાં પણ વધારો કરાતો ગયો. જે બાદ સંખ્યા 50 અને 80 પર પહોંચી અને હાલમાં અન્ય 50 એમ્બ્યુલન્સ ફળવતા આંડકો 130 ઉપર પહોંચ્યો છે. તેમજ જૂની એમ્બ્યુલન્સ પણ રીપેર કરીને તેનો ઉપયોગ લેવાઈ રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સાથે જ હોસ્પિટલમાં દર્દીઓને મોકલવા માટે કઠવાળા 108 ઇમરજન્સીની ઓફિસ ખાતે amc ના નિષ્ણાતોની એક ટિમ પણ કાર્યરત હોવાનું જણાવાયું. જે ટિમ કોલ મળતા કઈ હોસ્પિટલ દર્દીની નજીક છે. ક્યાં બેડ ખાલી છે. ક્યાં દર્દીને મોકલી શકાય આ તમામ માહિતીની ખરાઈ કરીને દર્દીને હોસ્પિટલ પહોચાડવા કોરડીનેટ કરે છે. જેથી 108 અને amc ની સારી સેવા પૂરી પાડી શકાય.

એટલું જ નહીં પણ કોલ વધતા ગાંધીનગર ખાતે 50 સીટ ધરાવતું કોલ સેન્ટર પણ શરૂ કરાયું છે. તો વધુમાં 108 ઇમરજન્સી સેવાના ચીફ ઓપરેટિંગ ઓફિસરે લોકોને એક અપીલ પણ કરી છે. કે એક વાર એક વ્યક્તિ કે દર્દી માટે કોલ કર્યો હોય તો તેમના માટે વારંવાર કોલ ન કરવા જેથી અન્ય કોલ ડીસ્ટર્બ ન થાય અને તમામને 108 ઇમરજન્સી સેવાની સુવિધા સમય સર મળી રહે.

Published On - 6:51 pm, Sat, 17 April 21

Next Article