અમદાવાદની હોસ્પિટલના ડૉક્ટરોએ સૌથી વધુ 47 કિલો વજન ધરાવતી ગાંઠ દૂર કરવાનો રેકોર્ડ કર્યો, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્ઝમાં સ્થાન મળ્યું

|

May 02, 2022 | 7:17 PM

સર્જરી પછી ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડ્ઝમાં દાવો કરવામાં આવ્યો હતો. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્ઝની ટીમે એની વિસ્તૃત ચકાસણી કર્યા પછી પ્રયાસ બાદ અભિનંદન અને અંતિમ મંજૂરી આપી છે. નોંધપાત્ર બાબત એ છે કે, આ સીમાચિહ્ન ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્ઝમાં ‘વિચિત્ર છતાં સત્ય’ કેટેગરી હેઠળ નોંધાયું છે.

અમદાવાદની હોસ્પિટલના ડૉક્ટરોએ સૌથી વધુ 47 કિલો વજન ધરાવતી ગાંઠ દૂર કરવાનો રેકોર્ડ કર્યો, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્ઝમાં સ્થાન મળ્યું
India Book of Records

Follow us on

અમદાવાદની એક ખાનગી હોસ્પિટલ્સના ડૉક્ટર્સની ટીમે ભારતમાં સૌથી વધુ વજન ધરાવતી ગાંઠ દૂર કરવાની સર્જરીનો રેકોર્ડ કર્યો છે અને આ સર્જરીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્ઝમાં સ્થાન મળ્યું છે. નોંધપાત્ર બાબત એ છે કે, ટીમે 56 વર્ષની મહિલાના શરીરમાં 47 કિલોગ્રામની ગાંઠ દૂર કરીને તેમને નવજીવન આપ્યું હતું. આ અત્યાર સુધી ભારતમાં સફળતાપૂર્વક દૂર કરાયેલી અંડાશયની બહારની સૌથી મોટી ગાંઠ છે. સરકારી કર્મચારી અને દેવગઢ બારિયાના રહેવાસી આ મહિલા 18 વર્ષથી આ ગાંઠ ધરાવતી હતી.

એપોલો હોસ્પિટલ્સ, અમદાવાદના ચીફ સર્જિકલ ગેસ્ટ્રોએન્ટોરોલોજિસ્ટ ડૉ. ચિરાગ દેસાઈના નેતૃત્વમાં ચાર સર્જન સહિત આઠ ડૉક્ટરની ટીમે 27 જાન્યુઆરીના રોજ સર્જરી દરમિયાન ગાંઠ ઉપરાંત આશરે 7 કિલોગ્રામ વજન ધરાવતી પેટના દિવાલની પેશીઓ અને વધારાની ત્વચા પણ દૂર કરી હતી. સર્જરી પછી મહિલાનું વજન ઘટીને 49 કિલોગ્રામ થયું હતું. તેઓ ટટ્ટાર ઊભા રહી શકતા ન હોવાથી સર્જરી અગાઉ તેમનું વજન માપી શકાયું નહોતું.
ટીમમાં ઓન્કો-સર્જન ડૉ. નીતિન સિંધલ, એનેસ્થેટિસ્ટ ડૉ. અંકિત ચૌહાણ, જનરલ સર્જન ડૉ. સ્વાતિ ઉપાધ્યાય અને ગંભીર સારવારના નિષ્ણાત ડૉ. જય કોઠારી સામેલ હતા.

સર્જરી પછી ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડ્ઝમાં દાવો કરવામાં આવ્યો હતો. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્ઝની ટીમે એની વિસ્તૃત ચકાસણી કર્યા પછી પ્રયાસ બાદ અભિનંદન અને અંતિમ મંજૂરી આપી છે. નોંધપાત્ર બાબત એ છે કે, આ સીમાચિહ્ન ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્ઝમાં ‘વિચિત્ર છતાં સત્ય’ કેટેગરી હેઠળ નોંધાયું છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ અંગે ડૉ. ચિરાગ દેસાઈએ કહ્યું હતું કે, “આ અતિ જોખમકારક સર્જરી હતી, કારણ કે મહિલાના શરીરના આંતરિક અંગો, જેમ કે યકૃત, હૃદય, ફેંફસા, કિડની અને ગર્ભાશય ખસી ગયા હતા. પેટમાં ગાંઠથી ઊભા થયેલા દબાણથી આવું થયું હતું. સીટી સ્કેન કરવું પણ મુશ્કેલરૂપ હતું, કારણ કે ગાંઠનું કદ સીટી સ્કેનના મશીનના ગેન્ટ્રી કે આધાર માટે અવરોધરૂપ હતું.”

તેમણે ઉમેર્યું હતું કે, “જોકે અમે ખુશ છીએ કે, અમારી સામે આ તમામ અવરોધો હોવા છતાં અમે જટિલ સર્જરી હાથ ધરી શક્યાં છીએ અને દર્દીને નવું જીવન આપી શક્યાં છીએ. આ સર્જરીને પગલે પ્રશંસા અમારી સફળતાની શરૂઆત છે.”

Published On - 7:13 pm, Mon, 2 May 22

Next Article