Ahmedabad : વાડજ સરકારી ચાવડીમાં અરજદારોને આવકનો દાખલો કઢાવવો પણ લોઢાના ચણા ચાવવા સમાન

|

Jul 23, 2021 | 4:52 PM

અમદાવાદ શહેરના સુભાષબ્રિજ વિસ્તારમાં આવેલ વાડજ સરકારી ચાવડીમાં રોજના 60 ટોકન અરજદારોને આપવામાં આવે છે. વહેલી સવારે આવેલા અરજદારોને 60 ટોકન મળે છે.

Ahmedabad : વાડજ સરકારી ચાવડીમાં અરજદારોને આવકનો દાખલો કઢાવવો પણ લોઢાના ચણા ચાવવા સમાન
Vadaj Government Chawdi

Follow us on

Ahmedabad : એક તરફ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આવકનો દાખલો કઢાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે. તો બીજી તરફ આવકનો દાખલો કઢાવવા માટે ફક્ત મર્યાદિત સેન્ટરો હોવાના કારણે અરજદારોને આવકનો દાખલો કઢાવવા માટે ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે.

વિધવા સહાય યોજના હોય કે વૃદ્ધ પેનશન આ સિવાય વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આવકનો દાખલો ફરજીયાત છે. પરંતુ આ જ આવકનો દાખલો કઢાવવા માટે અરજદારોને આંખે પાણી આવી રહ્યા છે. કારણ કે આવકનો દાખલો કાઢવાની કામગીરી મર્યાદિત કચેરીઓમાં જ કરવામાં આવે છે. અને કેટલીક કચેરીઓમાં તો દિવસ દરમ્યાન ફક્ત 60 જ આવકના દાખલ કાઢવાની કામગીરી કરવામાં આવે છે જેને કારણે અરજદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદ શહેરના સુભાષબ્રિજ વિસ્તારમાં આવેલ વાડજ સરકારી ચાવડીમાં રોજના 60 ટોકન અરજદારોને આપવામાં આવે છે. વહેલી સવારે આવેલા અરજદારોને 60 ટોકન મળે છે. ત્યારબાદ આવેલા અરજદારોને બીજા દિવસે આવવાનું રહે છે. જોકે સમગ્ર પરિસ્થિતિમાં અરજદારોને હેરાન થવું પડતું હોવાને કારણે અરજદાર દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા કે એક દિવસમાં ફક્ત 60 જ આવકના દાખલાની કામગીરી કેટલી યોગ્ય છે?

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આવકના દાખલાની જરૂરિયાત તમામ ઉંમરના વ્યક્તિઓને પડતી હોવાને કારણે આવી કચેરીઓમાં વૃદ્ધો પણ આવતા હોય છે. જેને કારણે વૃદ્ધોને પણ હેરાન થવું પડી રહ્યું છે. આવા જ એક વૃદ્ધ જશવંતસિંહ ચાવડા દ્વારા સિનિયર સિટીઝનો માટે આવકનો દાખલો કઢાવવામાં સરળતા રહે તે માટેની ચોક્કસ વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ આવકના દાખલ માટેની કામગીરી એક જ જગ્યાએ થઈ જાય તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવા રજુઆત કરવામાં આવી છે.

કારણ કે વાડજ ચાવડીમાં આવકનો દાખલો કઢાવવા લાઈનમાં ઉભું રહેવું પડે છે. ત્યારબાદ અરજદારને ફ્રેન્કિંગ કરાવવા માટે ત્યાંથી કલેક્ટર કચેરીએ લાઈનમાં ઉભું રહેવું પડે છે. ફ્રેન્કિંગ કરાયા બાદ ફરીથી સરકારી ચાવડીમાં આવકના દાખલા માટે અધૂરી પ્રક્રિયા પૂર્ણ કરવવા માટે લાઈનમાં ઉભું રહેવું પડે છે. આમ એક જ કામગીરી માટે અલગ અલગ જગ્યાએ લાઈનમાં ઉભું રહેવું પડતું હોવાને કારણે હેરાનગતિનો સામનો સિનિયર સીટીઝન ને કરવો પડી રહ્યો છે. જેનું વહેલીતકે નિવારણ આવે તેવી માંગ સિનિયર સીટીઝન કરી રહ્યા છે.

Next Article