AHMEDABAD : ગેસ લાઈનમાં ગેસ પુરવઠો ખોરવાતા ચુલા થયા બંધ, ગૃહિણીઓને ગેસ સીલીન્ડર શોધવા નીકળવું પડ્યું

|

Aug 17, 2021 | 7:34 PM

જે સમયે અદાણીની ગેસ પાઈપલાઈનમાંથી ગેસ સપ્લાય બંધ થયો તે સવારે 10.45 વાગ્યા આસપાસનો સમય હતો, જે બાદ 11.30 વાગ્યા બાદ લોકોને મેસેજ મળ્યો કે ગેસ લાઈનમાં ખામી સર્જાઈ છે.

AHMEDABAD : ગેસ લાઈનમાં ગેસ પુરવઠો ખોરવાતા ચુલા થયા બંધ, ગૃહિણીઓને ગેસ સીલીન્ડર શોધવા નીકળવું પડ્યું
Ahmedabad :Gas supply from Adani gas line was disrupted during excavation on Radio Mirchi Road

Follow us on

AHMEDABAD : શહેરના પોષ વિસ્તાર એવા સેટેલાઇટ વિસ્તારમાં આવેલ રેડિયો મીરચી રોડ પર આજે સ્થાનિકો માટે દિવસ ભારે રહ્યો. કેમ કે રેડિયો મીરચી રોડ પર ગેસ લાઈન બંધ થતાં અનેક ઘરમાં ચૂલા બંધ રહ્યા. અને તેમાં પણ રસોઈ બનાવવાના સમયે ગેસ લાઈન બંધ થતાં અને ચૂલા બંધ રહેતા સોસાયટી, એપાર્ટમેન્ટ અને બંગલો સહિત મોટા ભાગના ઘરમાં ચૂલા બંધ રહ્યા. જેના કારણે સ્થાનિકો માટે પારાવાર મુશ્કેલી સર્જાઈ હતી.

રસોઈ બનાવવાના સમયે અદાણીની ગેસ પાઈપલાઈનમાંથી ગેસ સપ્લાય બંધ થતાં સ્થાનિક વિસ્તારમાં હાલાકી સર્જાઈ હતી. કેમ કે મોટા ભાગના ઘરોમાં ગેસ લાઈન જ હોવાને લઈને જમવાનું બન્યું નહિ. તો કેટલાકના ઘરે ગેસ સિલિન્ડર હોવાથી અન્ય લોકોએ તેમના ઘરે જમવાનું બનાવ્યું. તો કેટલાક બહાર ગયા તો કેટલાકે ઘરે જમવાનું મંગાવ્યું. તો કેટલાક તાબડતોડ ગેસ સિલિન્ડરની વ્યવસ્થા કરવામાં લાગી ગયા હતા.

આવામાં પણ પણ સમસ્યા એ હતી કે જેમને ગેસ લાઈન છે તેઓની સગડી ગેસ સિલિન્ડરમાં ચાલતી નથી હોતી. એટલે ગેસ સિલિન્ડર લાવે તો પણ ચાલુ ન થઈ શકે. જેને જોતા તેનો નિકાલ આવે તે માંગ ઉઠી. તો સાથે જ ગેસ લાઈન એક જ હોવાથી આ પ્રકારના સંજોગોમાં સ્થાનિકોએ વૈકલ્પિક વ્યવસ્થાની પણ માંગ કરી . સાથે જ ઝડપી સુવિધા પણ આપવા માંગ કરાઈ છે.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

એટલું જ નહીં પણ જે સમયે અદાણીની ગેસ પાઈપલાઈનમાંથી ગેસ સપ્લાય બંધ થયો તે સવારે 10.45 વાગ્યા આસપાસનો સમય હતો, જે બાદ 11.30 વાગ્યા બાદ લોકોને મેસેજ મળ્યો કે ગેસ લાઈનમાં ખામી સર્જાઈ છે અને હવે સાંજે 4 વાગ્યા બાદ સપ્લાય શરૂ થશે. જેથી જમવાનું બનાવવુ ક્યાં તે પ્રશ્ન સર્જાયો હતો.

મહત્વનું છે કે અગાઉ શહેરમાં આ પ્રકારની અનેક ઘટના બની ચુકી છે. જેમાં ક્યાંક અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે કામગીરી કોન્ટ્રાકટર અને તેમના દ્વારા કર્મચારીઓને સોપાય છે. તેઓની બેદરકારી સામે આવી છે. ત્યારે અદાણીની ગેસ પાઈપલાઈનમાંથી ગેસ સપ્લાય બંધ થવાની આ ઘટનામાં પણ ખોદકામ દરમિયાન પાઇપ લાઈન લીકેજ થયાનું માનવામાં આવી રહ્યું છે. જેને જોતા કામગીરીમાં સુધારો કરવાની પણ હવે સમયની માંગ છે.

જોકે કહેવાય છે કે ગુજરાતીઓ કોઈ પણ પરિસ્થિતિનો રસ્તો શોધી લે છે. તે રસ્તો શોધ્યો પણ સાથે જ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ પણ ઉઠી.

આ પણ વાંચો : AHMEDABAD : પીરાણા ડમ્પિંગ સાઈટની કાયાપલટની પ્રક્રિયા શરૂ, મુખ્યપ્રધાનની હાજરીમાં 1 હજાર વૃક્ષો વાવવામાં આવશે

આ પણ વાંચો : AHMEDABAD : સોલા સિવિલ હોસ્પિટલમાં અવ્યવસ્થાને કારણે દર્દીઓની પીડા ઓછી થવાને બદલે વધી

Next Article