Ahmedabad : મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રથમ વાર HIVગ્રસ્ત 15 ગર્ભવતી મહિલાનું સીમંત કરશે

|

Feb 15, 2021 | 12:24 PM

Ahmedabad : HIVગ્રસ્ત મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને પ્રથમ પહેલ કરી છે.

Ahmedabad : મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રથમ વાર HIVગ્રસ્ત 15 ગર્ભવતી મહિલાનું સીમંત કરશે

Follow us on

Ahmedabad : HIVગ્રસ્ત મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને પ્રથમ પહેલ કરી છે. સોમવારે વસ્ત્રાલમાં રેપિડ એક્શન ફોર્સ હેડ ક્વાર્ટર ખાતે 15 HIVગ્રસ્ત ગર્ભવતી મહિલાઓનો સીમંત પ્રસંગ યોજાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એઇડ્સ કન્ટ્રોલ સોસાયટી અને એચઆઈવી એઇડ્સ અંગે જાગૃતિ ફેલાવતી વિવિધ સ્વયંસેવી સંસ્થાઓના ઉપક્રમે આ કાર્યક્રમ યોજશે. આ કાર્યક્રમમાં વિવિધ જિલ્લાઓમાંથી HIVગ્રસ્ત મહિલાઓ ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમ પાછળનો ઉદ્દેશ આવી મહિલાઓને સામાજિક સુરક્ષા પૂરી પાડવાનો છે. મોટા ભાગે મહિલાઓને HIV હોવાનો ખ્યાલ તે ગર્ભવતી બને ત્યારે રૂટિન એન્ટિનેટલ ટેસ્ટ વખતે આવતો હોય છે. આ બાબતે AMC એઇડ્સ કન્ટ્રોલ સોસાયટીના પ્રોજેક્ટ ડિરેક્ટર ડો. મેહુલ આચાર્યે કહ્યું કે, HIVગ્રસ્ત મહિલાઓને સામાજિક અને કાયદાની દૃષ્ટિએ સુરક્ષા આપી મુખ્ય પ્રવાહમાં લાવવાનો અમારો પ્રયાસ છે.

સિવિલ હોસ્પિટલના સિનિયર ડો. બી. કે. અમીને કહ્યું કે, કોઈ પણ એચઆઈવીગ્રસ્ત મહિલાનું સમયસર નિદાય થાય અને દવા શરૂ કરવામાં આવે તો આવનાર બાળકને એચઆઈવીના ચેપથી બચાવી શકાય છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

RAFના જવાનો આ મહિલાઓની સુરક્ષાના શપથ લેશે

આ તમામ મહિલાઓની સુરક્ષા માટે RAFના જવાનો શપથ લેશે. આવી મહિલાઓની ઓળખ થયા પછી રહેઠાણના સ્થળે અથવા રસ્તા પર લોકો ભેદભાવ અથવા દુર્વ્યવહાર કરતા હોય છે. આવા સંજોગોમાં મહિલાઓને રોજેરોજ માનસિક યાતનામાંથી પસાર થવું પડતું હોય છે. આ કાર્યક્રમ દ્વારા RAFના જવાનો આ મહિલાઓને પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત આપશે.

Next Article