Breaking News: અમદાવાદમાં મોટો પર્દાફાશ… Samsung, Nokia અને Jioના નામે વેચાતા નકલી મોબાઇલ ઝડપાયા, 6 વેપારીઓ સકંજામાં

Breaking News: અમદાવાદમાં મોટો પર્દાફાશ… Samsung, Nokia અને Jioના નામે વેચાતા નકલી મોબાઇલ ઝડપાયા, 6 વેપારીઓ સકંજામાં

| Updated on: Oct 15, 2026 | 6:31 PM

અમદાવાદના ગીતા મંદિર માર્કેટમાં પોલીસ અને LCB ઝોન-6 દ્વારા દરોડા પાડીને નકલી Samsung, Nokia અને Jio મોબાઇલ ફોનનો મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કાર્યવાહી દરમિયાન ₹7 લાખથી વધુનો મુદ્દામાલ, જેમાં 1,034 Mobile Phone અને Accessories જપ્ત કરવામાં આવેલ છે.

અમદાવાદના ગીતા મંદિર ST બસ સ્ટેન્ડ માર્કેટમાં નકલી મોબાઇલ ફોનના વેચાણનો મોટો પર્દાફાશ થયો છે. પોલીસે LCB ઝોન-6 સાથે સંયુક્ત રીતે દરોડા પાડીને Samsung, Nokia અને Jio જેવી જાણીતી બ્રાન્ડના નામે વેચાતા નકલી કીપેડ મોબાઇલ કબજે કર્યા છે.

આ કાર્યવાહી દરમિયાન રાજ કોમ્પ્લેક્ષ અને મેટ્રો પ્લાઝાની દુકાનોમાંથી નકલી લોગો ધરાવતી મોબાઇલ એસેસરીઝ અને બિલ વગરના શંકાસ્પદ મોબાઇલનો વિશાળ જથ્થો પણ મળી આવ્યો હતો.

₹7 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

પોલીસે દરોડા દરમિયાન કુલ 1,034 મોબાઇલ ફોન, લેપટોપ, ચાર્જર, બેટરી અને કવર સહિત અંદાજે ₹7 લાખનો મુદ્દામાલ તપાસ માટે જપ્ત કર્યો છે. સેમસંગ કંપનીના અધિકૃત પ્રતિનિધિ દ્વારા તપાસ કરતા જપ્ત કરાયેલી તમામ એસેસરીઝ ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું છે.

મોટા નેટવર્કની શોધખોળ ચાલુ

આ મામલે રમેશ સોલંકી, જીતેન્દ્ર પ્રજાપતિ, રવિન્દ્ર કુમાર છીપા, રૂપારામ ચૌધરી, દિનેશકુમાર ઘાંચી અને મહેન્દ્ર મોદી સહિત 6 વ્યક્તિઓ સામે ટ્રેડમાર્ક એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસે હવે આ નકલી માલના વેપાર સાથે સંકળાયેલા અન્ય સપ્લાયર્સ અને મોટા નેટવર્કની શોધખોળ હાથ ધરી છે. આ કાર્યવાહીથી શહેરમાં ચાલતા નકલી માલના વેપાર અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.

Breaking News: ગાંધીનગરના છત્રાલ GIDCમાં કેમિકલ ફેક્ટરીનું બોઈલર ફાટતાં ભયાનક બ્લાસ્ટ: 4 કામદારોના કમકમાટીભર્યા મોત!

Follow Us
Loading...
Unable to load recommendations.