Ahmedabad : પોલીસે ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી, આ રીતે વેચતો હતો ડ્રગ્સ

|

Jan 13, 2022 | 8:50 AM

અમદાવાદ એસ.ઓ.જી ક્રાઇમ બ્રાંચને બાતમી મળતા દાણીલીમડાથી 32 ગ્રામ એમડી સાથે ધરપકડ કરવામાં આવી છે.જેની બજરકિંમત આશરે 3.20 લાખ થઈ રહી છે..

Ahmedabad : પોલીસે ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી, આ રીતે વેચતો હતો ડ્રગ્સ
Ahmedabad Police Arrest Drugs accused

Follow us on

અમદાવાદ(Ahmedabad) શહેરના પુર્વ વિસ્તારમાંથી ફરી એક વખત ડ્રગ્સ(Drugs)સાથે આરોપી ઝડપાયો છે. જેમાં એસ.ઓ.જી ક્રાઇમ બ્રાન્ચે(Crime Branch)દાણીલીમડા વિસ્તારમાંથી એમ.ડી ડ્રગ્સ સાથે એક આરોપી ધરપકડ કરી છે. એસઓજી ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરેલો આરોપી હુસેન બસીર અંસારી છેલ્લા કેટલાક મહિનાઓથી ડ્રગ્સનો કાળો વેપાર ચલાવતો હતો..એસ.ઓ.જી ક્રાઇમ બ્રાંચને બાતમી મળતા દાણીલીમડાથી 32 ગ્રામ એમડી સાથે ધરપકડ કરવામાં આવી છે.જેની બજરકિંમત આશરે 3.20 લાખ થઈ રહી છે..પકડાયેલ આરોપી તપાસમાં સામે આવ્યું છે કે શાહરુખ નામના એક વ્યક્તિ પાસેથી એમ.ડી ડ્રગ્સનો જથ્થો વેચવા માટે લાવ્યો હતો જે બાદ પડીકી બનાવી વેચતો હતો. ત્યારે હાલ પોલીસે આ શાહરુખ નામનો શખ્સ કોણ છે તેને આરોપી હુસેનને અત્યાર સુધી કેટલું ડ્રગ્સ સપ્લાય કરી ચુક્યો છે

આ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.આરોપી હુસેન બસીર અંસારી વિરુદ્ધ બે વખત પાસની સજા પણ ભોગવી ચુક્યો છે અને અલગ અલગ 8થી વધુ ગુનામાં પણ અગાઉ ધરપકડ કરવામાં આવી ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા આરોપીનો મોટો ભાઈ પણ 39 કિલો ગાંજા ના જથ્થા સાથે એસઓજી ક્રાઇમે જ ધરપકડ કરી હતી..પકડાયેલ આરોપી હુસેન પુર્વ વિસ્તારમાં 1 ગ્રામની પડીકી બનાવી વેચતો હતો..આરોપી હુસેન ડ્રગ્સ અન્ય કોની કોની પાસેથી લાવી વેચતો હતો જેની તપાસ તેજ કરી છે.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

ઉલ્લેખનીય છે કે, 14 ડિસેમ્બર 2021ના રોજ અમદાવાદ  ક્રાઇમ બ્રાન્ચે કારંજ જીપીઓ રોડ પરથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. આરોપી મોહમદ અલ્તાફ શેખ પાસેથી રૂ.2.32 લાખની કિંમતનું 23.40 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.. આરોપી મોહમદ અલ્તાફ શેખ દરિયાપુરના તોસિફ શેખ પાસેથી ડ્રગ્સ ખરીદતો હોવાનું પૂછપરછમાં કબૂલ્યું હતું.

આ અગાઉ આરોપી બુટ ચંપલનો ધંધો કરતો હતો. પરંતુ છેલ્લાં છ મહિનાથી ધંધો બંધ થઇ જતા તે ડ્રગ્સ વેચવાના રવાડે ચઢ્યો હતો.. ગ્રાહકોને કારંજ અને આશ્રમ રોડ ખાતે બોલાવીને છૂટક ડ્રગ્સ વેચતો હોવાની કબૂલાત કરી છે. પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

અમદાવાદ આરોપીની પૂછપરછ કરતાં પોતે પાલિકા બજાર પાસે બુટ ચપ્પલનો પથારો રાખી વેપાર ધંધો કરતો હતો. તેનો આ ધંધો છ મહિનાથી બંધ થઇ ગયો હતો. ચોરી છુપીથી એમ.ડી. ડ્રગ્સનો વેપાર ધંધો શરૂ કર્યો હતો.છેલ્લા ત્રણેક મહિનાથી દરિયાપુર ચારવાડ, માઢના મહોલ્લામાં રહેતાં તૌસિફ શેખ નામના શખ્સ પાસેથી ડ્રગ્સનો જથ્થો ખરીદી પોતાના છૂટક ગ્રાહકોને આશ્રમ રોડ તથા કારંજ વિસ્તારની ગલીઓમાં બોલાવી વેચતો હોવાની વિગત સામે આવી હતી.

આ પણ વાંચો : Vadodara : ડભોઇ એસ.ટી સ્ટેન્ડ પર કોવિડ નિયમો ભુલાયા, કોરોનાને ખુલ્લુ આમંત્રણ

આ પણ વાંચો :  Ahmedabad : વધુ 18 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા

Published On - 8:41 am, Thu, 13 January 22

Next Article