Ahmedabad કોર્પોરેશને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, પ્રિ- મોન્સુન પ્લાન અમલમાં મૂક્યો

|

Jun 01, 2021 | 9:56 PM

અમદાવાદ(Ahmedabad )  શહેરમાં ચોમાસા( Monsoon) ની પૂર્વ તૈયારીના ભાગરૂપે મહાનગર પાલિકાએ તેનો પ્રિ- મોન્સુન પ્લાન અમલમાં મૂકી દીધો છે. જેના ભાગરૂપે અમદાવાદ(Ahmedabad )  મહાનગર પાલિકાએ પાલડી ખાતે મુખ્ય કંટ્રોલ રૂમ શરૂ કરી દીધો છે. મહાનગરપાલિકાએ આ ઉપરાંત શહેરમાં ઝોન વાઇસ કંટ્રોલરુમ શરૂ કરવાની તૈયારીઓ આરંભી દીધી છે.

Ahmedabad  કોર્પોરેશને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, પ્રિ- મોન્સુન પ્લાન અમલમાં મૂક્યો
Ahmedabad કોર્પોરેશને શરૂ કર્યો કંટ્રોલ રૂમ

Follow us on

અમદાવાદ(Ahmedabad )  શહેરમાં ચોમાસા( Monsoon) ની પૂર્વ તૈયારીના ભાગરૂપે મહાનગર પાલિકાએ તેનો પ્રિ- મોન્સુન પ્લાન અમલમાં મૂકી દીધો છે. જેના ભાગરૂપે અમદાવાદ(Ahmedabad )  મહાનગર પાલિકાએ પાલડી ખાતે મુખ્ય કંટ્રોલ રૂમ શરૂ કરી દીધો છે. મહાનગરપાલિકાએ આ ઉપરાંત શહેરમાં ઝોન વાઇસ કંટ્રોલરુમ શરૂ કરવાની તૈયારીઓ આરંભી દીધી છે.

અમદાવાદ(Ahmedabad )  શહેરમાં ચોમાસા( Monsoon) ની સિઝનના પાણી ભરાવવાની સમસ્યા સામાન્ય બની છે. તેવા સમયે મહાનગર પાલિકાએ આ વર્ષે શહેરના મોટાભાગના વિસ્તારમાં લગાવેલા 1500 થી વધુ સીસીટીવી કેમેરાની મદદથી સતત મોનીટરીંગ કરવાનું આયોજન કર્યું છે. આ સિટી કંટ્રોલ રૂમ 24 કલાક ચાલુ રહેશે. તેમજ તેમાં 30થી વધારે કર્મચારી કાર્યરત રહેશે.

અમદાવાદ(Ahmedabad )  મહાનગર પાલિકા દ્વારા ચોમાસા( Monsoon) દરમ્યાન લોકોને પાણી ભરાવવાની સમસ્યાથી ઝડપી છૂટકારો મળે તે માટે શહેરમાં 31 સ્ટોર્મ વોટર પંપીંગ સ્ટેશનમાં 70 પંપ મુકાવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરમાં ચોમાસા દરમ્યાન ઉભી થનારી કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે મોન્સૂન કંટ્રોલ રૂમ સાથે 7 ઝોનના ફાયર બ્રિગેડ, બગીચા ખાતું અને એસટીપી વિભાગ સંપર્કમાં રહેશે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

આ ઉપરાંત  શહેરમાં ચોમાસા દરમ્યાન વરસાદ દરમ્યાન અને બાદ પાણી ભરાવવા. ઝાડ પડવા. છત પડવી ભુવા પડવા અને રસ્તા બેસવા જેવી સમસ્યામાં કન્ટ્રોલ રૂમ મદદ રૂપ બનશે. તેમજ સીસીટીવી મારફતે શહેરના અંડર પાસ પર નજર રાખીને શહેરીજનોને સમયસર એલર્ટ કરવામાં આવશે. તેમજ લોકોની માહિતી માટે બે વધારાના હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.

Published On - 9:50 pm, Tue, 1 June 21

Next Article