Ahmedabad શહેરમાં વકરેલા રોગચાળાને કાબૂમાં લેવા કોર્પોરેશન તંત્ર એકશનમાં, 30 લાખ દંડ વસુલ્યો

|

Aug 11, 2021 | 2:59 PM

શહેરના મધ્ય ઝોનમાં રોગચાળો વધુ નોંધાયો છે. અને તેમાં પણ શાહપુર, દુધેશ્વર, દરિયાપુર, જમાલપુર, બહેરામપુરા સહિત ચાલી ધરાવતા વિસ્તારમાં કેસ વધુ જોવા મળી રહ્યા છે.

Ahmedabad શહેરમાં વકરેલા રોગચાળાને કાબૂમાં લેવા કોર્પોરેશન તંત્ર એકશનમાં, 30 લાખ દંડ વસુલ્યો
Ahmedabad Corporation Fine Rs 30 lakh action to curb epidemic in city

Follow us on

અમદાવાદ(Ahmedabad)શહેરમાં ફેલાઇ રહેલા રોગચાળા(Epidemic )ને અટકાવવા કોર્પોરેશન તંત્ર હરકતમાં આવ્યું છે . જેના પગલે કોર્પોરેશને 1100 એકમોને નોટિસ આપી 30 લાખ ઉપર દંડ વસુલ કર્યો છે. અમદાવાદ શહેરમાં ચોમાસુ આવતા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો માઝા મૂકે છે. ત્યારે આ વર્ષે પણ રોગચાળો યથાવત છે. જેમાં કોર્પોરેશનની કામગીરી હોવા છતાં પણ રોગચાળો યથાવત રહેતા તંત્ર સાથે લોકોની ચિંતા વધી છે.

જેમાં શહેરના મધ્ય ઝોનમાં રોગચાળો વધુ નોંધાયો છે. અને તેમાં પણ શાહપુર, દુધેશ્વર, દરિયાપુર, જમાલપુર, બહેરામપુરા સહિત  ચાલી વિસ્તારમાં કેસ વધુ જોવા મળી રહ્યા છે. જેમાં શાહપુરમાં આવેલ કમુંમિયા ની ચાલીના રહીશોનો આક્ષેપ છે કે 1 વર્ષથી તેમની ચાલીમાં ગંદકી અને ગટરના પાણી બેક મારવા અને ખરાબ પાણી આવવાની સમસ્યા છે.

જેની કોર્પોરેટર અને કોર્પોરેશનને જાણ અને ફરિયાદ કરવા છતાં કોઈ નિકાલ નથી. જે મામલે સ્થાનિક કોર્પોરેટરે કામગીરી કરવામાં આવતી હોવાના દાવા કર્યા છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

કોર્પોરેશને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા એએમસીના હેલ્થ મલેરિયા વિભાગે 7 ઝોનમાં કરેલી કાર્યવાહી જોઈએ તો શહેરમાં 2 હજાર જેટલા વિવિધ કન્સ્ટ્રકશન કોમર્શિયલ હોટેલ અને રેસ્ટોરન્ટ જેવા એકમોને ચેક કરી 1100ને નોટિસ અપાઈ. તેમજ 30 લાખ ઉપર દંડ વસુલ કરવામાં આવ્યો છે. તો 2.13 લાખ ઉપર ઘરમાં ફોગીંગ કર્યું જોકે તેમ છતાં રોગચાળો અટકી નથી રહ્યો.

જો આંકડા પ્રમાણે રોગચાળા પર નજર કરીએ તો

મચ્છર જન્ય રોગચાળાના કેસ જોઈએ તો 2019માં 4102. 2020માં 618 અને 2021માં અત્યાર સુધી 233 કેસ નોંધાયા. તો ચાલુ માસે ઓગસ્ટ મહિનામાં 15 કેસ નોંધાયા.

ઝેરી મલેરિયાના 2019માં 204. 2020માં 64 અને 2021માં અત્યાર સુધી 14 કેસ નોંધાયા. તો ચાલુ માસે ઓગસ્ટ મહિનામાં 2 કેસ નોંધાયા.

ડેન્ગ્યુના 2019માં 4547. 2020માં 432 અને 2021માં અત્યાર સુધી 188 કેસ નોંધાયા. તો ચાલુ માસે ઓગસ્ટ મહિનામાં 16 કેસ નોંધાયા.

ચિકનગુનિયા 2019માં 183. 2020માં 923 અને 2021માં અત્યાર સુધી 162 કેસ નોંધાયા. તો ચાલુ માસે ઓગસ્ટ મહિનામાં 5 કેસ નોંધાયા.

તો પાણી જન્ય રોગચાળામાં જોઈએ તો.

ઝાડા ઉલટીના 2019માં 7161, 2020માં 2072 અને 2021માં અત્યાર સુધી 2076 કેસ નોંધાયા તો ચાલુ માસે ઓગસ્ટ મહિનામાં 121 કેસ નોંધાયા.
કમળાના 2019માં 2922, 2020માં 664 અને 2021માં અત્યાર સુધી 629 કેસ નોંધાયા. તો ચાલુ માસે ઓગસ્ટ મહિનામાં 28 કેસ નોંધાયા.
ટાઈફોઈડના 2019માં 5267,2020માં 1338 અને 2021માં અત્યાર સુધી 1035 કેસ નોંધાયા. તો ચાલુ માસે ઓગસ્ટ મહિનામાં 68 કેસ નોંધાયા.
કોલેરાના 2019માં 93 અને 2021 માં અત્યાર સુધી 59 કેસ નોંધાયા છે.

મહત્વનું છે કે એએમસી દ્વારા જરૂરી સેમ્પલ પણ લેવામાં આવે છે. જેમાં 2020 દરમ્યાન લોહીના પચાસ હજાર સેમ્પલ સામે 2021માં 7 ઓગસ્ટ સુધી 37 હજાર સેમ્પલ લેવાયા હતા. તો વર્ષ 2020 દરમિયાન 1 હજાર સીરમ સેમ્પલ સામે 2021માં 7 ઓગસ્ટ સુધી 1148 સેમ્પલ લેવામાં આવ્યા છે.

અને તો માસ પ્રમાણે જોઈએ તો મચ્છર જન્ય રોગમાં સાદા મલેરિયા ઓગસ્ટ 2019માં 832, ઓગસ્ટ 2020માં 109 અને 2021 ઓગસ્ટમાં હાલ સુધી 15 કેસ નોંધાયા છે.

ઝેરી મલેરિયાના ઓગસ્ટ 2019માં 12, ઓગસ્ટ 2020માં 9 અને 2021 ઓગસ્ટમાં 2 કેસ નોંધાયા.
ડેન્ગ્યુના ઓગસ્ટ 2019માં 351, ઓગસ્ટ 2020માં 3 અને 2021 ઓગસ્ટમાં 16 કેસ નોંધાયા.
ચિકનગુનિયાના ઓગસ્ટ 2019માં 9, ઓગસ્ટ 2020માં 20 અને 2021 ઓગસ્ટમાં હાલ સુધી 5 કેસ નોંધાયા.

તો પાણી જન્ય રોગમાં ઝાડા ઉલ્ટીના ઓગસ્ટ 2019માં 543, ઓગસ્ટ 2020માં 61 અને 2021 ઓગસ્ટમાં 121 કેસ નોંધાયા.
કમળોના ઓગસ્ટ 2019માં 353, ઓગસ્ટ 2020માં 25 અને 2021 ઓગસ્ટમાં 28 કેસ નોંધાયા.
ટાઈફોઈડના ઓગસ્ટ 2019માં 600, ઓગસ્ટ 2020માં 52 અને 2021 ઓગસ્ટમાં 68 કેસ નોંધાયા.
કોલેરાના ઓગસ્ટ 2019માં 7, ઓગસ્ટ 2020માં 0 અને 2021 ઓગસ્ટમાં 0 કેસ નોંધાયા.

તો સાથે જ એએમસીએ ચાલુ વર્ષે રેસિડેન્ટ ક્લોરીન ટેસ્ટ 65749 કરાવ્યાં જેમાં 172 સેમ્પલ નીલ આવ્યા. તો પાણીના 7128 નમૂના લીધા જેમાં 128 સેમ્પલ અનફિટ આવ્યા. તો 86750 જેટલી ક્લોરીન ગોળીનું વિતરણ કરાયું.

ત્યારે જરૂરી છે કે શહેર રોગચાળાના ભરડામા આવે તે પહેલાં એએમસી જરૂરી તમામ કામ પર ધ્યાન આપે તે પછી મચ્છરોના બ્રિડિંગ અટકાવવાની વાત હોય, પીવાના પાણી શુદ્ધ કરવાની હોય કે ગંદકી દૂર કરવાની વાત હોય કે ગટરો ઉભરાતી રોકવાની વાત હોય. જો તેમ થશે તો જ એએમસીની કામગીરી પુરવાર થશે અને સાથે જ શહેરીજનોને રોગચાળાના ભરડામાં જતા બચાવી પણ શકાશે.

આ પણ  વાંચો : Viral Video: આને કહેવાય જોરદાર ડ્રાઈવિંગ, બે લાકડી પર SUV ચઢાવી દીધી અને પછી નાળુ કરી દીધુ પસાર, જુઓ VIDEO

આ પણ  વાંચો :  Good News : સુરતમાં હીરા-ઝવેરાતના વેપારીઓ માટે દેશનું પ્રથમ ઓક્શન હાઉસ તૈયાર, 16 ઓગસ્ટે ઉદઘાટન

Next Article