AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Corona Update: રાજ્ય સરકારની લોકડાઉનને “ના” જાગૃત શહેરો અને ગામડાએ આપ્યું સ્વૈચ્છિક બંધ

| Updated on: Apr 23, 2021 | 9:32 AM
Share

Ahmedabad Corona Update: રાજ્ય સરકાર લૉકડાઉનના પક્ષમાં નથી પરંતુ ગામડા અને નગરોએ સ્વયંભૂ લૉકડાઉનનો માર્ગ અપનાવ્યો છે. ગામડાઓ સ્વૈચ્છિક લૉકડાઉન લગાવી રહ્યા છે તો નગરોમાં સ્વયંભૂ જનતા કરફ્યૂ દ્વારા સંક્રમણ સામે મોરચો મંડાયો છે.

Ahmedabad Corona Update: રાજ્ય સરકાર લૉકડાઉનના પક્ષમાં નથી પરંતુ ગામડા અને નગરોએ સ્વયંભૂ લૉકડાઉનનો માર્ગ અપનાવ્યો છે. ગામડાઓ સ્વૈચ્છિક લૉકડાઉન લગાવી રહ્યા છે તો નગરોમાં સ્વયંભૂ જનતા કરફ્યૂ દ્વારા સંક્રમણ સામે મોરચો મંડાયો છે. ત્યારે વકરી રહેલી મહામારી વચ્ચે સંક્રમણની સાંકળ તોડવા ઉગામવામાં આવેલા સતર્કતાના હથિયારની તસવીરો સામે આવી છે કે જેમાં અરવલ્લી, મોરબી, મહેસાણા, અમરેલી, કચ્છ અને ગાંધીનગરમાં ક્યાંક બંધ પાળવામાં આવ્યું તો ક્યાંક સ્વૈચ્છિક લૉકડાઉન લગાવવામાં આવ્યું.

કોરોનાની સાંકળ તોડવા માટે રાજ્યના ગામેગામ અને નગરે નગર સતકર્તાનો જાણે કે યજ્ઞ શરૂ થયો છે અને નાગરિકો સ્વયંભૂ બંધ પાળીને કોરોનાને ના કહી રહ્યા છે. ખાસ કરીને જનતા કરફ્યુ દ્વારા લોકો કોરોના સામેનો જંગ લડી રહ્યા છે. જૂનાગઢ, દ્વારકા, અમદાવાદ, કચ્છ, ગાંધીનગરના દ્રશ્યો કે શહેરોનાં ભલે અલગ-અલગ હોય પરંતુ બધે જ સતર્કતાની સમાનતા જોવા મળી ત્યારે સતર્કતાની આ ઢાલ નાગરિકોની રક્ષા કરશે એ ચોક્કસ છે.

 

રાજ્યમાં કોરોના બેકાબૂ બન્યો છે તો કોરોનાના આંકડા બેફામ રીતે વધી રહ્યા છે. રાજ્યમાં કોરાની સ્થિતિ એટલી સ્ફોટક બની ચૂકી છે કે હવે તેને શબ્દોમાં વર્ણવી મુશ્કેલ છે. કોરોનાનું નામ પડતા જ નાગરિકો ફફડી રહ્યા છે અને એમ્બ્યુલન્સની સાયરન હવે મોતની સાયરનની અનુભૂતિ કરાવી રહી છે. કોરોનાના આતંક વચ્ચે એક જ દિવસમાં રાજ્યમાં 13 હજારને પાર કેસ નોંધાયા. પાછલા 24 કલાકમાં 13,105 કેસ નોંધાયા તો 137 દર્દીઓ કોરોનાનો શિકાર બન્યા.

કોરોનાની સ્થિતિને કલાકોમાં આંકીએ તો રાજ્યમાં દર કલાકે 546 લોકો સંક્રમિત થઇ રહ્યા છે, જ્યારે 6 દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. નવા કેસ સાથે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 4 લાખ 53 હજાર 737ને પાર પહોંચી છે તો કુલ મૃત્યુઆંક 5,877 થયો છે. 24 કલાકમાં 5,010 દર્દીઓ સાથે કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 3 લાખ 55 હજાર 875 થઇ છે તો એક્ટિવ કેસોની સંખ્યા વધીને 92,084 પર પહોંચી છે જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા વધીને 376 થઇ છે જ્યારે સાજા થવાનો દર ઘટીને 78.41 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યના શહેરોની સ્થિતિ પર નજર કરીએ તો, અમદાવાદમાં કોરોના ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે કોરોના કેપિટલ બનેલા અમદાવાદમાં 24 કલાકમાં 5,226 પોઝિટિવ કેસ સાથે 24 દર્દીઓના મોત થયા તો સુરતમાં 2,476 કેસ સાથે 27 દર્દીઓનો જીવ ગયો જ્યારે રાજકોટમાં 762 કેસ સાથે 14 દર્દીઓના મોત નિપજ્યા તો વડોદરામાં 781 કેસ સાથે 14 દર્દીઓ મોતને ભેટ્યા તો રાજ્યના અન્ય શહેરોની પણ કઇંક આવી જ સ્થિતિ છે.

જામનગરમાં 9 દર્દીઓ મોતને ભેટ્યા તો ભાવનગરમાં 6 દર્દીઓના મોત  બનાસકાંઠા અને સાબરકાંઠામાં 5-5 દર્દીઓના મોત થયા જ્યારે જૂનાગઢ અને મોરબીમાં 4-4 દર્દી મોતને ભેટ્યા તો પાટણ, સુરેન્દ્રનગર, દ્વારકા અને મહેસાણામાં 3-3 દર્દીઓના મોત થયા, જ્યારે ભરૂચ, ગાંધીનગર અને ગીરસોમનાથમાં 2-2 દર્દીઓના મોત નિપજ્યા, તો દાહોદ, પંચમહાલ, વલસાડ, અમરેલી, મહીસાગર, અરવલ્લી અને નર્મદામાં 1-1 દર્દીનું મોત થયું.

Published on: Apr 23, 2021 09:31 AM
g clip-path="url(#clip0_868_265)">