Ahmedabad: કોરોનાના કેસ વધતાં તૈયારીઓ શરૂ, આરોગ્ય પ્રધાને કરી બેઠક

|

Jan 19, 2022 | 1:12 PM

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા તેમજ ડેપ્યુટી કમિશનર સમરસ હોસ્ટેલ મુલાકાત લઈ તમામ તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, રાજ્ય આરોગ્ય મંત્રી (Health Minister) ઋષિકેશ પટેલે અમદાવાદના અધિકારીઓ સાથે બેઠક કરી

અમદાવાદ શહેરમાં કોરોના (Corona) કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. જેને લઇને તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરના સમરસ (Samaras) હોસ્ટેલ ફરી એક વાર આઇસોલેશન વોર્ડ (isolation ward) તરીકે તૈયાર કરવામાં આવી રહી છે. જેની આજે મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ મુલાકાત લીધી.

અમદાવાદમાં કોરોના બેકાબુ થતાં તંત્ર એક્શનમાં આવી ગયું છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં આવી રહ્યા છે તેથી રાજ્ય આરોગ્ય મંત્રી (Health Minister) ઋષિકેશ પટેલે અમદાવાદના અધિકારીઓ સાથે બેઠક કરી છે. આ બેઠકમાં ટાસ્ક ફોર્સના તબીબો, AMC કમિશનર, કલેક્ક્ટર અને અધિકારીઓ જોડાયા હતા. અમદાવાદ રિવરફ્રન્ટ ખાતેના વલ્લભ સદન ખાતે આ બેઠક યોજાઈ હતી.

સમરસ હોસ્ટેલ અંદર 1500 જેટલા સામાન્ય બેડ તેમજ 250 ઓક્સિજન બેડ મેડિકલ સુવિધાઓ અને ચોવીસ કલાક બે મેડિકલ ટીમ બેઠક કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર (Ahmedabad Municipal Commissioner) લોચન સહેરા તેમજ ડેપ્યુટી કમિશનર સમરસ હોસ્ટેલ મુલાકાત લીધી હતી તમામ તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સારી સુવિધા મળે તે માટે સૂચનાઓ કમિશનર દ્વારા આપવામાં આવી હતી. જરૂર જણાતા તેની સાથે જ સમરસ હોસ્ટેલ શરૂ કરવામાં આવશે. તેવું પણ જાહેર કરવામાં આવ્યું.

અમદાવાદમાં કોરોનાનો ઓલ ટાઈમ હાઈ આંકડો

છેલ્લા 24 કલાક દરમિયાન શહેરમાં કોરોના રેકોર્ડ બ્રેક નવા 5998 કેસ નોંધાયા છે. ફેબ્રુઆરી 2020માં અમદાવાદમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો ત્યારથી અત્યાર સુધીનો આ સૌથી મોટો આંક છે. પશ્ચિમ અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે. આ પહેલાં 25 એપ્રિલ 2021ના રોજ અમદાવાદમાં સૌથી વધુ 5790 કેસ નોંધાયા હતા.

23 વિસ્તાર કન્ટેઇનમેન્ટ મુકાયા, 29 બહાર કરાયા

અમદાવાદમાં નવા 23 વિસ્તાર કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. જો કે બીજી તરફ 29 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે. હવે 105 વિસ્તાર કન્ટેઇનમેન્ટમાં છે. મંગળવારે જે વિસ્તારો માઇક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાયા તે પૈકી 6 દક્ષિણ ઝોન, 4 પશ્ચિમ ઝોન, 2 ઉત્તર ઝોન, 3 દ.પશ્ચિમ ઝોન, 4 પૂર્વ ઝોન અને 4 ઉ.પશ્ચિમ ઝોનના છે.

અમદાવાદમાં પોઝિટિવીટી રેશિયો 30 ટકા કરતા વધુ

અમદાવાદમાં કરવામાં આવતા RTPCR ટેસ્ટમાં પોઝિટિવીટી રેટ 30 ટકા સુધી અને રેપીડ એન્ટીજન ટેસ્ટમાં પોઝિટિવિટી રેટ 10 ટકા સુધી પહોંચ્યો છે. આ કારણથી મંગળવારે શહેરમાં કોરોનાના 5998 નવા કેસ નોંધાયા હતાં. ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણ પર્વ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના અંગે RTPCR ઉપરાંત રેપીડ એન્ટિજન ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવતા શહેરમાં કોરોનાના કેસ વધવાની સાથે પોઝિટિવિટી રેટમાં પણ વધારો થયો હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળે છે.

આ પણ વાંચોઃ અમદાવાદ ડિવિઝનના જખવાડા સ્ટેશન પર ઇન્ટરલોકિંગની કામગીરી, કેટલીક ટ્રેનના રુટ પર અસર થશે

આ પણ વાંચોઃ બહારથી જમવાનું મંગાવતા પહેલાં ચેતજોઃ અમદાવાદના પરિવારે રેસ્ટોરન્ટમાંથી મંગાવેલ ફૂડમાંથી નીકળ્યો મરેલો ઉંદર!

Published On - 1:09 pm, Wed, 19 January 22

Next Video