Ahmedabad: AMTSના ડ્રાફ્ટ બજેટમાં વચનોની લ્હાણી, કોરોનાથી વાલી ગુમાવનાર બાળકોને એક વર્ષ માટે મ્યુનિ.બસનો ફ્રી પાસ આપવાના વચનો

|

Jan 28, 2022 | 5:44 PM

કોરોનાકાળમાં માતાપિતા ગુમાવનાર બાળકોને ફ્રી પાસ આપવાના વચનો અપાયા છે. બીજી તરફ હવે 65 વર્ષથી ઉપરની વયના તમામ સીનીયર સિટીઝનોને ફ્રી બસ પાસની સુવિધા મળશે.

Ahmedabad: AMTSના ડ્રાફ્ટ બજેટમાં વચનોની લ્હાણી, કોરોનાથી વાલી ગુમાવનાર બાળકોને એક વર્ષ માટે મ્યુનિ.બસનો ફ્રી પાસ આપવાના વચનો
AMTS Bus (File Image)

Follow us on

ગુજરાત (Gujarat)માં કોરોનાનું સંકટ વધી રહ્યુ છે. કોરોનાની ત્રીજી લહેર શરુ થઇ ગઇ છે. ત્યારે ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા વર્ષ 2022-23 માટે રજુ કરવામાં આવેલા AMTSના ડ્રાફટ બજેટમાં મહત્વની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. કોરોનાકાળમાં (Corona) સ્કૂલમાં અભ્યાસ કરતા જે બાળકના વાલીઓ માતા કે પિતા મૃત્યુ પામેલા હોય તેવા બાળકોને એક વર્ષ માટે કન્સેશનનો ફ્રી પાસ (Free pass)આપવાના વચનો આપવામાં આવ્યા છે. સાથે જ નવી 400 બસ લેવા ટેન્ડર બહાર પડાયા છે. 50 ઈલેકટ્રીક બસ ઓકટોબર 2022 સુધીમાં આવવાની સંભાવના વ્યકત કરાઈ છે.

વર્ષ 2022-23ના AMTSના ડ્રાફ્ટ બજેટમાં શાસકપક્ષ દ્વારા સાત કરોડના સુધારા સાથે રુપિયા 536.14 કરોડનું બજેટ મંજુર કરાયુ છે. ચેરમેન વલ્લભ પટેલે માહિતી આપતા કહ્યુ, AMTSને આ વર્ષમાં સ્થાપનાના 75 વર્ષ પુરા થઈ રહ્યા છે. 1947માં 38 રૃટ અને 112 બસો સાથે શહેરીજનો માટે આ બસ સેવા શરુ કરાઈ હતી. હાલમાં 938 બસ રોડ પર દોડાવવામાં આવી રહી છે.

કોરોનાકાળમાં માતાપિતા ગુમાવનાર બાળકોને ફ્રી પાસ આપવાના વચનો અપાયા છે. બીજી તરફ હવે 65 વર્ષથી ઉપરની વયના તમામ સીનીયર સિટીઝનોને ફ્રી બસ પાસની સુવિધા મળશે. આ પહેલા 75 વર્ષથી ઉપરના સીનીયર સિટીઝનોને ફ્રી બસ પાસની સગવડ આપવામાં આવતી હતી. તેના બદલે 65 વર્ષથી ઉપરની વયના તમામ સીનીયર સિટીઝનોને ફ્રી બસ પાસની સુવિધા આપવાનો કમિટી દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે. ડીજીટલ ઈન્ડિયાની ઝુંબેશના ભાગરુપે AMTS બસના મુસાફરો કયુઆર કોડ જનરેટ કરીને ડીજીટલ ટીકીટીંગ સેવાનો લાભ મેળવી શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

જમાલપુર ઉપરાંત સહિત અમદાવાદના અન્ય વિસ્તારમાં આવેલા AMTSના બિલ્ડિંગોમાં સોલાર પેનલ લગાવવા માટે ત્રણ કરોડની ફાળવણી કરાઈ છે. સ્વર્ણિમ જયંતિ મુખ્ય પ્રધાન શહેરી વિકાસ યોજના હેઠળ 100 શેલ્ટર ડેકોરેટીવ કરવા બે કરોડ અને નવરંગપુરા,મેમનગર ટર્મિનસ વિકસાવવા એક-એક કરોડની રકમની ફાળવણી કરાઈ છે

હાલમાં AMTSની માલિકીની 40 બસ છે. 15મા નાણાંપંચની ગ્રાન્ટમાંથી પોતાની માલિકીની 50 બસો લઈ આ બસોને અમદાવાદ શહેરની ફરતે આવેલા સરદાર પટેલ રીંગ રોડ ઉપર જરૃરીયાત મુજબ બે ભાગમાં સંચાલન માટે મુકવામાં આવશે.બસ ચલાવવા માટે રાજય સરકાર પાસેથી ગ્રાન્ટ પેટે રકમ મેળવવામાં આવશે. AMTS પાસે બસ પુરતી સંખ્યામાં ના હોવાના કારણે સંખ્યાબંધ રુટ બંધ કરવા પડયા હોવાનો ચેરમેને સ્વીકાર કર્યો હતો. તેમના કહેવા પ્રમાણે નવી 400 બસ આવ્યા બાદ આ પરિસ્થિતિમાં સુધારો થતા લોકોને બસ સરળતાથી મળશે.

આ પણ વાંચો-

Ahmedabad :અમેરિકા- કેનેડા બોર્ડર પર મૃત્યુ પામેલા કુટુંબના પરિજનોની ધારાસભ્ય અરવિંદ પટેલે મુલાકાત લીધી, સાંત્વના પાઠવી

આ પણ વાંચો-

Surat : રિયલ એસ્ટેટ ક્ષેત્રને લઇને સુરત ક્રેડાઈએ નાણામંત્રી સમક્ષ કરી આ રજુઆતો

Next Article