Ahmedabad: CNGના ભાવ વધારાના વિરોધને લઈને રિક્ષાચાલકોની હડતાલ, કયા વિસ્તારમાં કેવો મળ્યો પ્રતિસાદ?

|

Nov 15, 2021 | 7:57 AM

Ahmedabad: CNGના ભાવ વધારા સામે ઓટોરિક્ષા ચાલકોની હડતાળને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. ઘણી જગ્યાએ તો રિક્ષાચાલકોને હડતાલ વિશે માહિતી જ ન હોવાનું સામે આવ્યું.

Ahmedabad: CNGના ભાવ ઘટાડાની (CNG Price) માગ સાથે રિક્ષાચાલકો (Auto Drivers) હડતાળ પર ઉતર્યા હતા. રિક્ષાચાલક સંગઠનોએ હડતાલની જાહેરાત કરી હતી. જો કે રિક્ષાચાલકોની 36 કલાકની હડતાળ આંશિક સફળ જણાઈ રહી છે. પૂર્વ વિસ્તારમાં હડતાળની અસર નહીંવત પ્રમાણમાં છે. તો પશ્ચિમ વિસ્તારમાં પણ હડતાળને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ઘણા રિક્ષાચાલકોનું કહેવું છે કે તેમને આ હડતાલ વિશે કોઈ ખ્યાલ જ નહીં. કે તેમને આ વિશે જાણ કરવામાં નથી આવી.

જણાવી દઈએ કે અમદાવાદમાં CNGના ભાવ વધારાના વિરોધને લઈને રિક્ષાચાલક યુનિયન હડતાળ પર ઉતર્યા છે. રિક્ષાચાલકો 16 નવેમ્બર બપોરના 12 વાગ્યા સુધી એટલે કે 36 કલાકની હડતાળ પર ઉતર્યા છે. રિક્ષાચાલકો હડતાળ પર ઉતરતા હજારો રિક્ષાઓના પૈડા થંભી ગયા હતા. પરંતુ અલગ અલગ વિસ્તારોમાં તેની અલગ અલગ અસર જોવા મળી. ઘણા વિસ્તારોમાં મુસાફરોને રઝળવાનો વારો આવ્યો છે.

રિક્ષા હડતાળના કારણે નોકરી-ધંધાએ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રીક્ષા ચાલકોની માગ છે કે, પેટ્રોલ-ડીઝલની જેમ સીએનજીના ભાવ ઘટે. સરકાર રિક્ષા ચાલકને આર્થિક સહાય આપે અને પોલીસ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ બંધ કરે. જો હડતાળ દરમિયાન માગ નહીં સંતોષાય તો આગામી 21 નવેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પાડવાની ચીમકી ઉચ્ચારી છે.

 

આ પણ વાંચો: Rajkot: ટાગોર રોડ પર કારના શોરૂમમાં આગ, ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો

આ પણ વાંચો: Ahmedabad: દૂધેશ્વર સફાઈ કામદાર આવાસની હાલત કફોડી, ત્રણ મહિનાથી ઉભરાય છે ગટર, બીમારીનો ભય

Next Video