Ahmedabad: ઔડાનું વર્ષ 2022-23 માટે રુ. 1210.73 કરોડનુ અંદાજપત્ર રજુ કરાયુ, વોટર કનેક્શન પોલિસી, ઔડામાં આવતા તળાવોના વિકાસની જાહેરાત

|

Feb 22, 2022 | 10:04 AM

ઔડાનું વર્ષ 2022-23 અંદાજપત્રમાં ઔડાની નવી ઓફિસ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ઔડાના ખાલી પ્લોટોમાંથી જ એક પ્લોટમાં આ નવી ઓફિસ બનાવવામાં આવશે

ઔડા કમિશનર (AUDA Commissioner) લોચન શહેરા (Lochan sehra)એ ઔડાનું એટલેકે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળનું (Ahmedabad Urban Development Authority) આગામી વર્ષ એટલેકે 2022-23નુ બજેટ રજુ કર્યુ છે.  ઔડા કમિશનર લોચન શહેરા તેમજ મુખ્ય કારોબારી અધ્યક્ષ ડી પી દેસાઈની હાજરીમાં રુપિયા 1210.73 કરોડનુ બજેટ રજુ કરવામા આવ્યુ છે. જેમાં વોટર કનેક્શન પોલિસી, ઔડામાં આવતા તળાવોના વિકાસ, ઔડા નિર્મિત 7 બ્રિજની કામગીરી સહિત નવા 3 બ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

ઔડાનું વર્ષ 2022-23 અંદાજપત્રમાં ઔડાની નવી ઓફિસ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ઔડાના ખાલી પ્લોટોમાંથી જ એક પ્લોટમાં આ નવી ઓફિસ બનાવવામાં આવશે

ઔડાના વર્ષ 2022-23 અંદાજપત્ર

બજેટમા ઔડા દ્વારા વર્ષ 2022-23માં મૂડી ખર્ચ માટે રુ. 1145.64 કરોડ , મહેસૂલી ખર્ચ માટે રુ. 62.35 કરોડ,લોનની ચૂકવણી માટે રુ. 2.73 કરોડ એમ કુલ રુ. 1210.73 કરોડના ખર્ચના અંદાજની જોગવાઇ કરેલી છે. વર્ષ 2022-23માં આવકનો અંદાજ રુ. 1356.29 કરોડ રાખેલો છે , જે ખર્ચનાં અંદાજ કરતા રુ.145.56 કરોડની પુરાંત છે

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ છે ઔડાનો નવો ડેવલપમેન્ટ પ્લાન

-ઔડાની હયાત ઓફીસ ખસેડી નવી ઓફીસ ઔડા વિસ્તારમાં બનાવાશે. નવી ઇમારતને ઔડા ભવન નામ આપવામા આવશે. ઔડાના ખાલી પ્લોટો પૈકી કોઇ એક પ્લોટ પર આ ભવન બનશે.

-ઘુમામાં રેલવે ઓવર બ્રિજ, ભાટ એપોલો સર્કલ ખાતે બ્રિજ બનશે.

-સાણંદ ખાતે 1260, મહેમદાવાદમાં 338, અસલાલીમાં 475 એમ કુલ 2073 નવા આવાસ બનાવામા આવશે.

-ટીપી પડેલા વિસ્તારમા રસ્તા બનાવવા 100 કરોડ રુપિયાની જોગવાઈ.

-જળ જીવન મિશન અંતર્ગત 45 ગામોમાં પાણીની સુવિધા પુરી પાડવા માટે રુ.104.92 કરોડની જોગવાઈ.

– વિવિધ વિસ્તારમાં ડ્રેનેજ પ્રોજેક્ટ તથા સ્ટ્રોમ વોટર ડ્રેનેજની ચાલુ કામગીરી તથા નવી કામગીરી માટે રુ. 81.59 કરોડની જોગવાઇ.

– સત્તામંડળ દ્વારા લોક ઉપયોગી ઓડિટોરીયમ / કોમ્યુનીટી હોલ કઠવાડા, દહેગામ અને શેલામાં બનાવવાશે.

– ઔડાના વિવિધ વિસ્તારોમાં તળાવ તથા ગાર્ડનના વિકાસ માટે રુ.17.80 કરોડની જોગવાઈ.

-બાળકોના સર્વાંગી વિકાસ માટે રમત ગમતના મેદાનો વિકસાવવા રુ.10.69 કરોડની જોગવાઇ.

-ગ્રીન ઔડા માટે વૃક્ષારોપણ તથા નિભાવણી માટે રુ. 2 કરોડની જોગવાઈ, સાથે 1 લાખ વૃક્ષો વાવીને તેનું જતન કરવા આયોજન.

-ઔડા વિસ્તારમાં અધતન સ્મશાન ગૃહ બનાવવાની કામગીરી કાર્યરત છે.

– ગામડાઓમાં સી.સી. રોડ,પેવર બ્લોક,સ્મશાન ગૃહ બનાવવા તેમજ સ્ટ્રીટ લાઇટની કામગીરી માટે રુ. 16.80 કરોડની જોગવાઇ.

-તળાવોને ડેવલોપ કરવાની કામગીરી માટે રુ. 5 કરોડની જોગવાઇ.

-બોપલ ખાતે નિર્માણધીન ફાયર સ્ટેશનનું કામ પૂર્ણ કરાશે.

– રીંગરોડ પર 10 બ્રીજ તથા પાણી પુરવઠા, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા સ્ટ્રોમ વોટરના પ્રોજેક્ટ માટે રુ.100.50 કરોડની જોગવાઇ.

-સત્તામંડળ ખાતે આઈ.ટી. સીસ્ટમને સુદ્રઢ બનાવવા માટેની 5 કરોડની જોગવાઈ.

આ પણ વાંચો-

જામનગરની શોભા વધારતા લાખોટા તળાવનો અનોખો ઇતિહાસ છે, જાણો આ તળાવ કેમ ખાસ છે

આ પણ વાંચો-

આ કેવી સુવિધા? ગુજરાતના 3 હાઇવે વેચી દેવામાં આવશે, હાઈવે ઓથોરિટીએ તૈયારીઓ શરૂ કરી

Published On - 7:37 am, Tue, 22 February 22

Next Article