પ્રકાશનું પર્વ એટલે દિપાવલી. દિવાળીમાં દીવડા પ્રગટાવાનું પણ અનેરૂ મહત્વ હોય છે. જોકે શું કદી આપને એ સવાલ થયો છે કે માર્કેટમાં મળતા રંગબેરંગી દીવડા કોણ બનાવે છે.? આવો આજે અમે આપને એક એવા કલાકાર સાથે રૂબરૂ કરાવીશું,જેના જીવનમાંથી ભગવાને તો એક રંગ છીનવી લીધો. પરંતુ તે અન્યના જીવનમાં રંગોથી પ્રકાશ પાથર્યો છે.
આ કલાકારનું નામ છે કાવ્યા ભટ્ટ. 17 વર્ષિય કાવ્યા ભટ્ટ ડિસએબલ છે. ભગવાને ભલે કાવ્યાની કાયામાં એક રંગ ઓછો ઉમેર્યો હોય, પરંતુ કાવ્યા એક એવું કામ કરી રહી છે જેનાથી અન્યના ઘરોમાં પ્રકાશ અને જીવનમાં રંગો ઉમેરાય છે. અમદાવાદની 17 વર્ષિય કાવ્યા દિવડાઓમાં રંગો પૂરીને તેને આકર્ષક રૂપ આપે છે. હાસ્ય અને ગુણોથી ભરપૂર કાવ્યાને આ પ્રવૃતિ કરવામાં કંટાળો નથી આવતો. ત્યારે કાવ્યા નાગરિકોને તેના બનાવેલા દીવડા ખરીદવાની અપીલ કરી રહી છે.
કાવ્યા ભણવામાં હોશિયાર છે. અને તેને સ્કૂલમાં એકવાર શીખવાડેલી પ્રવૃતિ તરત યાદ રહી જાય છે. સ્વાભાવે હસમૂખી અને રમતીયાળ વૃતિ ધરાવતી કાવ્યાને ટીવી જોવાનો શોખ છે. સાથે જ તે ઇતરપ્રવૃતિમાં પણ રૂચિ ધાવે છે. ત્યારે કાવ્યાને મનગમતા વિષયમાં તેના માતા-પિતા પણ પૂરી મદદ કરીને તેને પ્રોત્સાહન આપે છે.
સમાજમાં કાવ્યા જેવા અનેક બાળકો સ્પેશિયલી એબલ્ડ હોય છે. સાથે જ એટલા ટેલેન્ટેડ પણ હોય છે. ત્યારે કાવ્યાની લગન અને શીખવાની વૃતિ તેને અન્ય બાળકો કરતા અલગ બનાવે છે.
આ પણ વાંચો: Ahmedabad: 2 જ મિનિટમાં કારીગરે સોનીના વેપારીને લગાવ્યો કરોડોનો ચૂનો, 4.6 કિલો સોનુ લઈને ફિલ્મી ઢબે ફરાર
આ પણ વાંચો: અમદાવાદમાં આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય, હવે હોસ્પિટલમાં સારવાર પૂર્વે આપવી પડશે આ માહિતી