AMCનો મહત્વપૂર્ણ નિર્ણય, AMTS અને BRTS બસો 50 ટકા કેપેસિટી સાથે દોડાવાશે

|

Jan 05, 2022 | 6:43 PM

કમિશ્નર લોચન સહેરાએ વર્ચ્યુઅલ બેઠક યોજી નિર્ણય કર્યો, AMTSની 580 અને BRTSની 350 બસો ચાલુ રહેશે, બસની સીટીંગ કેપેસિટીના 50 ટકા પ્રવાસીઓને જ બેસવા દેવામાં આવશે,

અમદાવાદમાં કોરોના મહામારીને પગલે એએમસી દ્વારા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. કોરોનાના વધતા કેસો મામલે એએમસી (AMC) કમિશનર લોચન સહેરાએ વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. જેમાં મુસાફરો અને શહેરમાં અવરજવર અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં AMTSની 580 અને BRTSની 350 બસો ચાલુ રહેશે, બસની સીટીંગ કેપેસિટીના 50 ટકા પ્રવાસીઓને જ બેસવા દેવામાં આવશે, બંને ડોઝનું વેકસીન સર્ટિફિકેટ ફરજિયાત કરવામાં આવ્યું છે, નિયમોનું પાલન થાય તે માટે વિજિલન્સ ટીમને જવાબદારી સોંપવામાં આવી છે.

નોંધનીય છેકે અમદાવાદ શહેરમાં કોરોનાના (CORONA) એક હજારથી વધુ કેસો આવવા લાગ્યા છે. કોરોના સંક્રમણના નિયંત્રણ માટે AMTS અને BRTSની બસો 50% સિટિંગ કેપેસિટી સાથે 6 જાન્યુઆરી 2022થી દોડાવવામાં આવશે.હાલમાં AMTSની 180 બસો અને BRTSની 350 બસો મળી કુલ 930 બસો સંચાલનમાં મુકવામાં આવે છે. જે રાબેતા મુજબ ચાલુ રહેશે. વર્તમાન સમયમાં કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખી શકાય તે હેતુથી 50% સિટિંગ કેપેસિટી સાથે તા.6-1-2022થી બસો સંચાલનમાં મુકવામાં આવનાર છે.

તમામ શહેરીજનોને SOPનું પાલન કરવા વિનંતિ પણ કરવામાં આવી છે. જેમાં દરેક પ્રવાસીએ માસ્ક ફરજીયાત પહેરેલુ ફરજિયાત છે. 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના પ્રવાસીઓના કોવિડ 19 વેક્સિનની સર્ટિફિકેટની ખરાઈ કરાશે, જે પ્રવાસીઓએ વેક્સિન લીધી ન હોય અથવા તો જેમનો વેક્સિનનો બીજો ડોઝ લીધો ન હોય તેવા પ્રવાસીઓને AMTS અને BRTS બસમાં મુસાફરી કરવા દેવામાં આવશે નહી.

 

આ પણ વાંચો : BHARUCH : અંકલેશ્વર GIDCમાં એક ફેક્ટરીની દીવાલ ધરાશાયી, 4 શ્રમિકોના મોત, 2 ઈજાગ્રસ્ત

આ પણ વાંચો : GANDHINAGAR : સી.આર.પાટીલ સાથે ઠાકોર અને કોળી સમુદાયની બેઠક, જાણો કઈ બાબતે ચર્ચા થઇ

Published On - 6:27 pm, Wed, 5 January 22

Next Video