Ahmedabad : કોરોનામાં આર્થિક સંકળામણ વચ્ચે પેટ્રોલ-ડિઝલના દામે સામાન્ય જનતાને દઝાડયા

|

Oct 11, 2021 | 3:27 PM

પેટ્રોલ ડીઝલ લોકોની આમ જરૂરિયાત બની ગઈ છે. કેમ કે નાનેરાથી લઈને મોટા તમામ લોકો હાલમાં વાહનનો ઉપયોગ કરી રહ્યા છે. જે વાહનમાં પેટ્રોલ ડીઝલનો મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે. અને તેમાં જો આ ભાવ વધે તો લોકોને સીધી અસર થાય. લોકોના બજેટ ખોરવાય.

Ahmedabad : કોરોનામાં આર્થિક સંકળામણ વચ્ચે પેટ્રોલ-ડિઝલના દામે સામાન્ય જનતાને દઝાડયા
Ahmedabad: Amid economic integration in Corona, petrol-diesel prices hit the general public

Follow us on

હાલ લોકો માટે દાઝ્યા પર ડામ આપવા જેવી સ્થિતિ છે. એક તરફ કોરોનામાં લોકો આર્થિક સંકડામણથી પીડાઇ રહ્યા છે. તો બીજી તરફ પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારાથી લોકો પરેશાન તેમજ બજેટ ખોરવાઇ રહ્યાં છે.

પેટ્રોલ ડીઝલ લોકોની આમ જરૂરિયાત બની ગઈ છે. કેમ કે નાનેરાથી લઈને મોટા તમામ લોકો હાલમાં વાહનનો ઉપયોગ કરી રહ્યા છે. જે વાહનમાં પેટ્રોલ ડીઝલનો મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે. અને તેમાં જો આ ભાવ વધે તો લોકોને સીધી અસર થાય. લોકોના બજેટ ખોરવાય.

અને આવું જ કઈંક થઈ રહ્યું છે હાલમાં. કેમ કે છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં દરરોજ 20 પૈસા જેટલો વધારે નોંધાઇ રહ્યો છે. જેમાં પેટ્રોલમાં 29 પૈસા અને ડીઝલમાં 38 પૈસા ભાવમાં વધારો થયો છે. જેના કારણે હાલમાં ડીઝલ 100.49 રૂપિયા અને પેટ્રોલ 101.27 રૂપિયા ભાવ પહોંચ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

1 ઓક્ટોબરે પેટ્રોલ 98.81 રૂપિયા અને ડીઝલ 97.25 રૂપિયા હતો. જે 1 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર વચ્ચે 2.50 થી 3 રૂપિયા જેટલો ભાવ વધ્યો છે. જેના કારણે લોકોએ ભાવ ધટાડો કરવા માંગ કરી છે. સાથે ન સરકાર ચૂંટણી પાછળ અને અન્ય ખોટા ખર્ચ કરે છે તેમ કહી તેમાં કાપ મૂકી ઇંધન ભાવ ધટાડો કરવા માંગ કરી છે.

ઓઢવમાં ગુરુદેવ પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ ડીઝલ પુરાવવા આવતા લોકોએ ભાવ ધટાડો કરવા માંગ કરી. કેમ કે પેટ્રોલ ડીઝલ પુરાવા આવતા લોકોનું કહેવું હતું કે હાલમાં પેટ્રોલ ડીઝલ લોકોની આમ જરૂરિયાત બની ગયું છે. જેનો અભ્યાસ. નોકરી અને ધંધો કરતા સહિત તમામ વર્ગ ઉપયોગ કરે છે અને જો ભાવ વધે તો તમામ ને તેની પડી અસર.

હાલમાં ભાવ વધતા ઘાટ એવો પર સર્જાયો છે કે લોકો પહેલા ઓછા નાણાંમાં વધુ પેટ્રોલ ડીઝલ પુરાવી શકતા અને હવે વધુ નાણા આપવા છતાં ઓછું પેટ્રોલ ડીઝલ વાહન ચાલક મળી રહ્યા હોવાનું જણાવી ભાવ ધટાડો કરવા માંગ કરી છે.

તારીખ અને ભાવ
1 ઓક્ટોબર પેટ્રોલ 98.81 અને ડીઝલ 97.25
2 ઓક્ટોબર પેટ્રોલ 99.05 અને ડીઝલ 97.57
3 ઓક્ટોબર પેટ્રોલ 99.29 અને ડીઝલ 97.90
4 ઓક્ટોબર પેટ્રોલ 99.29 અને ડીઝલ 97.90
5 ઓક્ટોબર પેટ્રોલ 99.53 અને ડીઝલ 98.22
6 ઓક્ટોબર પેટ્રોલ 99.82 અને ડીઝલ 98.60
7 ઓક્ટોબર પેટ્રોલ 100.11 અને ડીઝલ 98.98
8 ઓક્ટોબર પેટ્રોલ 100.40 અને ડીઝલ 99.36
9 ઓક્ટોબર પેટ્રોલ 100.69 અને ડીઝલ 99.73
10 ઓક્ટોબર પેટ્રોલ 100.98 અને ડીઝલ 100.11
11. ઓક્ટોબર પેટ્રોલ 101.27 અને ડીઝલ 100.49

Published On - 3:27 pm, Mon, 11 October 21

Next Article