Ahmedabad: આત્મનિર્ભર વાતો વચ્ચે AMCએ સીજી રોડ પર ચાઈનીઝ ટેકનોલોજી ધરાવતા લાઈટ પોલ લગાડતા વિવાદ

|

Jul 09, 2021 | 5:57 PM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડોના ખર્ચે સી જી રોડ ને મોડેલ રોડ બનાવમાં આવ્યો પરંતુ આ રોડ પર ઇલેક્ટ્રિક વિજપોલ જ ચાઈનીઝ લગાવામાં આવ્યા

Ahmedabad: આત્મનિર્ભર વાતો વચ્ચે AMCએ સીજી રોડ પર ચાઈનીઝ ટેકનોલોજી ધરાવતા લાઈટ પોલ લગાડતા વિવાદ
Chinese Electricity Poll install at C G Road Ahmedabad

Follow us on

Ahmedabad: સરકાર એક તરફ આત્મનિર્ભરની વાતો કરી રહ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)જ ચાઈનીઝ(Chinese) વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યું છે. મોડેલ રોડ તરીકે ડેવલપ કરાયેલા સી જી રોડ પર જ આ ચાઈનીઝ વીજ પોલ (Chinese Electricity Poll) મુકવામાં આવ્યા છે જેને લઈને વિવાદ સર્જાયો છે.

ચાઇના સાથે વિવાદ બાદ પી એમ દ્વારા આત્મનિર્ભર માટે આહવાન કરવામાં આવ્યું. જેને લઈને નાગરિકો આત્મનિર્ભર બન્યા છે પરંતુ તંત્ર હજુ પણ ચાઈનીઝ વસ્તુઓ પર નિર્ભર છે. અને તેનું તાજું ઉદાહરણ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડોના ખર્ચે સી જી રોડ ને મોડેલ રોડ બનાવમાં આવ્યો પરંતુ આ રોડ પર ઇલેક્ટ્રિક વિજપોલ જ ચાઈનીઝ લગાવામાં આવ્યા છે. જેને લઇ વિવાદ સર્જાયો છે. જે ચાઈનીઝ વિજપોલમા વાઇફાઇ રાઉટર, સિસીટીવી કેમેરા , સ્પોટ લાઈટ. એનાઉન્સમેન્ટ સ્પીકર. વેધર સ્ટેશન સહિત ચાર્જીંગ જેવી સુવિધા પણ છે.

વર્ષ 2020 મા સી જી રોડ ને 38 કરોડના ખર્ચે મોડેલ રોડ તરીકે મનપા દ્વારા ડેવલોપ કરવામાં આવ્યો હતો. જેમાં નવા રસ્તા સાથે નવી ફૂટપાથ તેમજ પાર્કિંગ એરિયા પણ ડેવલપ કરાયો. અને તે સમયે આ વીજપોલ નું કામ મંજુર કરવામાં આવ્યું હતું. સી જી રોડ પર 10 મીટર અને 4 મીટર ના મળી કુલ 19 ચાઈનીઝ વિજપોલ રૂ 1.85 કરોડ ના ખર્ચ કરી મુકવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જે વિવિધ સુવિધા ધરાવતા વિજપોલથી વિવિધ લક્ષી લાભ થશે તેવું AMCનું માનવું છે. અને જો તે પ્રયોગ સફળ રહેશે તો આગામી દિવસમાં શહેરમાં પણ અન્ય સ્થળે આવા જ વિજપોલ જોવા મળી શકે છે તેવું પણ નિવેદન અધિકારીએ આપ્યું.

તો આ તરફ વિપક્ષે પણ સમગ્ર મામલે સતાપક્ષ પર નિશાન સાધ્યું. અને જણાવ્યું કે સતાપક્ષ પોતાની નીતિ સ્પષ્ટ કરે. કેમ કે એક તરફ સતાપક્ષ ચાઈનીઝ વસ્તુ બેન કરી રહી છે ને બીજી તરફ ચાઈનીઝ વસ્તુ વસાવાઈ રહી છે તે અસમંજસતા ઉભી કરે છે. જે મામલે સત્તાપક્ષને નીતિ સ્પષ્ટ કરવા વિપક્ષે માગ કરી છે.

સુવિધાની દ્રષ્ટિએ આ વિજપોલ સારા છે. પરંતુ આ વિજપોલથી આત્મનિર્ભર બનવાની વાતો માત્ર નાગરિકોને જ લાગુ પડતી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે જરૂરી છે કે સરકાર અને તેમના વિભાગો ચિત્ર સ્પષ્ટ કરે કે ચાઈનીઝ વસ્તુ બેન છે કે ન નહિ જેથી વિવાદો ન સર્જાય.

Next Article