વર્ષ દરમ્યાન ભુલાઇ જવાતા સ્વચ્છ ભારતના પાઠ ભણાવવાનો સમય હવે નજીક આવતા કોર્પોરેશન હવે એક્શનમા આવ્યુ છે. જી હા ગાંધી જયંતી નજીક આવી રહી છે એમ એમ AMC એક્શનમાં આવ્યું છે. બીજી ઓક્ટોબર આવતા હવે ફરી અમદાવાદ મહાનગરપાલિકાને સફાઈ યાદ આવી છે. દેશના અન્ય શહેરની જેમ સ્માર્ટ સિટી અમદાવાદમાં ઓક્ટોબરમાં સમગ્ર માસ દરમિયાન સફાઈ અભિયાન યોજવામાં આવશે. જેમાં સરકારી કચેરીઓની સફાઈ, ધાર્મિક એકમોની સફાઈ. પ્લાસ્ટિકનાં ઉપયોગ અંગે જાગ્રુત્તા જેવા વિવિધ કાર્યક્રમ કરવામાં આવશે. ભૂતકાળમાં પણ શહેરમાં સફાઈ અભિયાન યોજવામાં આવ્યું હતું જે માત્રને માત્ર ફોટા પડાવવા માટેનું અભિયાન સાબિત થયું હતું. હાલ શહેરમાં વિવિધ વિસ્તરોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે ત્યારે સફાઈ અભિયાન કેટલું સફળ બને છે તે જોવું રહ્યું
જાહેર છે કે શહેરમાં વર્ષ દરમિયાન કેટલી ગંદકી જોવા મળે છે. ત્યારે સફાઈને અભરાઈએ ચડાવીને બેસેલા કોર્પોરેશનને કોઈ કામો કે અભિયાન યાદ નથી આવતા. સફાઈ પણ તહેવાર જેવી થઇ ગઈ છે. જ્યારે કોઈ મોટો દિવસ આવે ત્યારે જ થાય છે એવું સૌને લાગી રહ્યું છે.
આ પણ વાંચો: Ahmedabad: 42 શાળાઓમાં RO પ્લાન્ટ મામલે સવા કરોડની ઉચાપતના કેસમાં આગોતરા જામીન નામંજૂર
આ પણ વાંચો: ગુજરાત ATS ની મોટી સિદ્ધિ: 15 વર્ષે ઝડપી પાડ્યો 2006 કાલુપુર બ્લાસ્ટના વોન્ટેડ આરોપીને