Cyclone Tauktae Updates : તાઉ તે વાવાઝોડાની અસર, અમદાવાદ એરપોર્ટ 18મી મે સવારના 5 સુધી બંધ

|

May 17, 2021 | 7:35 PM

Gujarat Cyclone Tauktae Latest News : અમદાવાદ એરપોર્ટ ( Ahmedabad Airport ) ઉપર તાઉ તે વાવાઝોડાની કોઈ ગંભીર અસર ના થાય તે માટે સાવચેતીના ભાગરૂપે આશરે 10 કલાક સુધી એરપોર્ટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

Cyclone Tauktae Updates : તાઉ તે વાવાઝોડાની અસર, અમદાવાદ એરપોર્ટ 18મી મે સવારના 5 સુધી બંધ
અમદાવાદ એરપોર્ટ 17મી મે 2021ના સાંજના 7.30 કલાકથી 18 મે 2021ની સવારના 5 વાગ્યા સુધી બંધ

Follow us on

અરબી સમુદ્રમાંથી ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકી રહેલા તાઉ તે વાવાઝોડાથી કોઈ નુકસાન ના થાય તે માટે, અમદાવાદ એરપોર્ટ આજે 17મી મેના સાંજના 7.30થી લઈને આવતીકાલ 18મી મેના સવારના પાંચ વાગ્યા સુધી બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે.

તાઉ તે વાવાઝોડુ મુંબઈ નજીકથી પસાર થયુ ત્યારે પશ્ચિમ ભારતમાં સૌથી વ્યસ્ત એવા મુંબઈ એરપોર્ટ પણ સાવચેતીના ભાગરૂપે કેટલાક કલાક માટે બંધ કરી દેવાયુ હતું. મુંબઈ એરપોર્ટ પહેલા ચાર વાગ્યા સુધી અને પછી સમય વધારીને સાંજના છ વાગ્યા સુધી ફ્લાઈટના આવન જાવન બંધ કરી દીધી હતી.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

અમદાવાદ એરપોર્ટ ઉપર પણ તાઉ તે વાવાઝોડાની કોઈ ગંભીર અસર ના થાય તે માટે સાવચેતીના ભાગરૂપે આશરે 10 કલાક સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તાઉ તે વાવાઝોડુ, આજે રાત્રે ગુજરાતના કાંઠા વિસ્તારમાં ત્રાટકવાનું છે ત્યારે તેની 165 કિલોમીટરની ઝડપે ફુકાતો પવન વધુ કોઈ નુકસાન ના કરે તેના માટે સાવચેતીના પગલા લેવાયા છે.

આજે સવારે સુરતનું એરપોર્ટ પણ ફ્લાઈટના આવન જાવન માટે બંધ કરી દેવાયુ હતું. આમ મુંબઈ અને સુરતની માફક જ અમદાવાદનું એરપોર્ટ પણ 17મી મે 2021ની સાંજના 7.30 કલાકથી 18મી મે 2021ની સવારના પાંચ વાગ્યા સુધી ફ્લાઈટ બંધ કરી દેવાઈ છે.

Published On - 7:16 pm, Mon, 17 May 21

Next Article