Ahmedabad : એરપોર્ટ ઓથોરિટીએ બર્ડ હિટને રોકવા તૈયાર કર્યો એક્શન પ્લાન, જાણો વિગતે

|

Jul 02, 2021 | 7:02 PM

અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા બર્ડહિટની ઘટનાને રોકવા માટે એક્શન પ્લાન તૈયાર કરાયો છે . જેમાં દિલ્હી IGIએરપોર્ટ પર લગાવવામાં આવેલા રીફલેક્ટરને અમદાવાદ એરપોર્ટ રનવે પર લગાવવામાં આવ્યા છે.

Ahmedabad : એરપોર્ટ ઓથોરિટીએ બર્ડ હિટને રોકવા તૈયાર કર્યો એક્શન પ્લાન, જાણો વિગતે
અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ બર્ડ હિટને રોકવા તૈયાર કર્યો એક્શન પ્લાન

Follow us on

ગુજરાતમાં ચોમાસુ સક્રિય થતા અમદાવાદ(Ahmedabad)એરપોર્ટ પર બર્ડ હિટ(Bird Hit)અમદાવાદ એરપોર્ટ(Airport)ઓથોરિટી માટે મોટો પ્રશ્ન બન્યો છે. જેમાં પ્રયત્ન છતાં એરપોર્ટ પર બર્ડ હીટની ઘટના અટકતી નથી. જેના કારણે મુસાફરોનો જીવ પણ તાળવે ચોંટેલો રહે છે. તેથી બર્ડ હિટ અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે.

અમદાવાદ એરપોર્ટ પર એરટ્રાફિક વધારે રહેતો હોય છે

ગુજરાતમાં અમદાવાદ(Ahmedabad)નું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ(Airport)એકમાત્ર ઇન્ટરનેશનલ એરપોર્ટ છે જ્યાં ડોમેસ્ટિક ની સાથે વિદેશી ફ્લાઈટોનું પણ આવન જાવન રહેતું હોય છે જેને કારણે ગુજરાતના તમામ એરપોર્ટમાંથી અમદાવાદ એરપોર્ટ પર એરટ્રાફિક વધારે રહેતો હોય છે. એરટ્રાફિક બર્ડ હિટની ઘટના પણ અમદાવાદ એરપોર્ટ પર સૌથી વધુ બની રહી છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

બર્ડહિટની ઘટનાને રોકવા માટે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા એક્શન પ્લાન તૈયાર

આ ઉપરાંત જૂન મહિનામાં 15 જૂન થી લઈને 30 જૂન સુધીમાં અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હીટના 6 બનાવ બન્યા છે.જેમાં સૌથી વધુ બર્ડહિટના બનાવ ઇન્ડિગોની ફ્લાઇટ સાથે બન્યા છે.જો કે આ બર્ડહીટની ઘટનામાં સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ નથી. પરંતુ વારંવાર થતી બર્ડહિટની ઘટનાને રોકવા માટે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે જેનાથી બર્ડહિટ નું જોખમ નિવારી શકાશે.

અલગ અલગ ઇન્ટરનેશનલ એરપોર્ટનું રિસર્ચ કરવામાં આવ્યું

અમદાવાદ એરપોર્ટ પર સતત વધી રહેલી બર્ડહિટની ઘટનાને રોકવા માટે અલગ અલગ ઇન્ટરનેશનલ એરપોર્ટનું રિસર્ચ કરવામાં આવ્યું. આ રિસર્ચમાં જાણવા મળ્યું કે દિલ્હી IGI એરપોર્ટ ના રન વે પર આ પ્રકારના રીફલેક્ટર લગાવવામાં આવ્યા છે જેનાથી રન વે તરફ આવતા પક્ષીઓને રોકવામાં સફળતા મળી છે.

3 વર્ષમાં 62 જેટલી બર્ડ હિટની ઘટનાઓ 

જેને કારણે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા દિલ્હી IGIએરપોર્ટ પર લગાવવામાં આવેલા રીફલેક્ટરને અમદાવાદ એરપોર્ટ રનવે પર લગાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા 3 વર્ષમાં 62 જેટલી બર્ડ હિટની ઘટનાઓ બનવા પામી છે જેનાથી વિવિધ એરક્રાફ્ટને પણ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હિટની ઘટનાઓ રોકવા માટે એરપોર્ટ ઓથીરિટી દ્વારા દર વર્ષે અલગ અલગ પ્લાન તૈયાર કરવામાં આવે છે. તેમજ તેનો અમલ પણ કરવામાં આવે છે જો કે તેમ છતાં બર્ડ હિટની ઘટનાઓ અટકતી નથી. તેવા સમયે એરપોર્ટ ઓથીરિટીનો આ નવો પ્લાન કેટલો સફળ રહે છે તેની પર સૌની નજર છે.

Published On - 6:59 pm, Fri, 2 July 21

Next Article