અમદાવાદઃ આનંદ નિકેતન સ્કૂલની મનમાની, સ્કૂલ સંચાલક સાથે વાલીએ કરેલી વાતચીતની ઓડિયો ક્લિપ વાઈરલ

|

Oct 07, 2020 | 6:53 PM

અમદાવાદના ભાટ ખાતે આવેલી આનંદ નિકેતન સ્કૂલ ફરીથી વિવાદમાં આવી છે. સ્કૂલના સંચાલકો ફી મુદ્દે મનમાની કરી રહ્યા છે, જેનો પુરાવો સામે આવ્યો છે. એક વાલી અને સ્કૂલના સંચાલક વચ્ચે ફોન પર થયેલી વાતચીતની ઓડિયો ક્લિપ સામે આવી છે. જેમાં સ્કૂલના સંચાલક સ્પષ્ટ કહી કહે છે કે, પહેલા સત્રની ફી ભરો તો જ ઓનલાઈન ક્લાસ […]

અમદાવાદઃ આનંદ નિકેતન સ્કૂલની મનમાની, સ્કૂલ સંચાલક સાથે વાલીએ કરેલી વાતચીતની ઓડિયો ક્લિપ વાઈરલ

Follow us on

અમદાવાદના ભાટ ખાતે આવેલી આનંદ નિકેતન સ્કૂલ ફરીથી વિવાદમાં આવી છે. સ્કૂલના સંચાલકો ફી મુદ્દે મનમાની કરી રહ્યા છે, જેનો પુરાવો સામે આવ્યો છે. એક વાલી અને સ્કૂલના સંચાલક વચ્ચે ફોન પર થયેલી વાતચીતની ઓડિયો ક્લિપ સામે આવી છે. જેમાં સ્કૂલના સંચાલક સ્પષ્ટ કહી કહે છે કે, પહેલા સત્રની ફી ભરો તો જ ઓનલાઈન ક્લાસ શરૂ થશે. પોતાના બાળકનું ઓનલાઈન એજ્યુકેશન બંધ થઈ જતા વાલીએ સ્કૂલમાં ફોન કર્યો હતો, પરંતુ સંચાલકે સ્પષ્ટ કહી દીધુ કે 6 માસની 38600 રૂપિયા ફી ભરશો તો જ ક્લાસ શરૂ કરાશે. વાલીએ સરકારે આપેલી 25 ટકા રાહતની વાત કરી તો તેમણે કહ્યું કે, હજુ સુધી તેમની પાસે કોઈ કાગળ નથી આવ્યો. શાળાએ કુલ 70 વિદ્યાર્થીઓનું ઓનલાઈન એજ્યુકેશન બંધ કરી દીધુ છે, જેને લઈ વાલીઓમાં રોષ વ્યાપ્યો છે.

આ પણ વાંચો: વડોદરા: 15મી ઓક્ટોબરથી ખુલશે થિયેટર, 50% ક્ષમતા સાથે ખુલશે મલ્ટિપ્લેક્સ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article