અમદાવાદઃ દુષ્કર્મનાં ઇરાદે યુવકે ચાર વર્ષની બાળકીનું અપહરણ, ઝડપાયો આરોપી

|

Jun 07, 2024 | 12:51 PM

અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાર દિવસ પહેલા બાળકીના થયેલા અપરણના ગુનામાં આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. રાયખડ પાસે રોડ પર પિતાની બાજુમાં રમી રહેલી ચાર વર્ષની બાળકીનું યુવકે અપહરણ કર્યું હતું. જે બાળકી બીજા દિવસે મળી આવી હતી. આ અપહરણની સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી. આ મામલે આરોપીની ધરપકડ કરી તપાસ […]

અમદાવાદઃ દુષ્કર્મનાં ઇરાદે યુવકે ચાર વર્ષની બાળકીનું અપહરણ, ઝડપાયો આરોપી
દુષ્કર્મનો આરોપી ઝડપાયો

Follow us on

અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાર દિવસ પહેલા બાળકીના થયેલા અપરણના ગુનામાં આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. રાયખડ પાસે રોડ પર પિતાની બાજુમાં રમી રહેલી ચાર વર્ષની બાળકીનું યુવકે અપહરણ કર્યું હતું. જે બાળકી બીજા દિવસે મળી આવી હતી. આ અપહરણની સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી. આ મામલે આરોપીની ધરપકડ કરી તપાસ કરતા ચોકાવનારા ખુલાસા થયા છે.

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ગીરફતમાં દેખાતા આ શખ્સનું નામ છે બગદારામ ઉર્ફે પ્રકાશ પ્રજાપતિ. આરોપી આમ તો મૂળ રાજસ્થાનના ઝાલોરનો રહેવાસી છે અને ઘણા સમયથી અમદાવાદમાં જ રહે છે. અમદાવાદના રાયખડ ચાર રસ્તા નજીક ગત 2 જૂન 2024 ના રોજ વહેલી સવારે 06 વાગ્યાના અરસા દરમિયાન ચારેક વર્ષની બાળકીનું અપહરણ થયું હતું. જે ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી.

ઝડપાયો આરોપી

આ ઘટનાને લઈને ગાયકવાડ હવેલી પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે CCTV ના આધારે બાળકી અને આરોપીની શોધખોળ શરૂ કરી હતી. જોકે બીજા દિવસે બાળકી કાલુપુર રેલવે સ્ટેશન સામેના ત્રણ રસ્તા પાસેથી મળી આવી હતી. જેને મેડિકલ માટે મોકલીને સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે આરોપીની શોધખોળ તેજ કરી હતી. જોકે આ ગુનામાં સામેલ આરોપી અંતે વાસણા APMC પાસેથી ઝડપાયો છે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

પકડાયેલા આરોપીની તપાસ કરતાં સામે આવ્યુ કે તે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં રખડતું ભટકતું જીવન ગુજારે છે. આ ઘટના બની તે દિવસે તે બાળકીનું રાયખડ ચાર રસ્તા પાસેથી અપહરણ કરીને લઈ જઈ અલગ અલગ વિસ્તારમાં ઓટોરિક્ષામાં ફર્યો હતો. આરોપીએ બાળકી પર દુષ્કર્મ ગુજારવાના ઇરાદે તેનું અપહરણ કર્યું હતું. અપહરણ બાદ તે દુષ્કર્મ ગુજારવા માટે યોગ્ય જગ્યા શોધી રહ્યો હતો પરંતુ કલાકો વીતી જવાથી બાળકી રડવા લાગતા તે બાળકીને કાલુપુર રેલવે સ્ટેશન પાસે મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

આ ગુનામાં પકડાયેલો આરોપી અગાઉ મણીનગર, કાગડાપીઠ, એલીસબ્રીજ, કારંજ તેમજ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનામાં ઝડપાયો હોવાનું પણ સામે આવ્યું છે. હાલ તો ગાયકવાડ હવેલી પોલીસે આરોપીની કસ્ટડી મેળવી તેની વધુ તપાસ અને શરૂ કરી છે. તેણે અગાઉ આવા કોઈ અન્ય ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તેને લઈને પણ તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:  આ મહારાણી એક સાથે 100 પગરખાંનો વિદેશમાં આપતા ઓર્ડર, કિંમતી હીરા-મોતી જડેલા સૅન્ડલ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article