અમદાવાદ આરોગ્ય વિભાગની ટીમનો શાળા-કોલેજોમાં સપાટો, મચ્છરોના બ્રિડિંગ મુદ્દે 81 સ્કૂલોને આપી નોટિસ, જુઓ VIDEO

|

Nov 15, 2019 | 4:33 AM

અમદાવાદમાં રોગચાળાના ભરડા વચ્ચે કોર્પોરેશનની આરોગ્ય ટીમ સફાળી જાગી છે અને 747 શાળા-કોલેજમાં મેગા ચેકિંગ કર્યું છે. બીજા સત્રની શરૂઆતમાં જ તંત્રની ટીમે મચ્છરોના બ્રિડીંગની તપાસ કરતાં શહેરની 81 સ્કૂલોને નોટિસ ફટકારી છે. જ્યારે 9 સ્કૂલોની એડમિન ઓફિસ સીલ કરી દીધી છે.    Web Stories View more અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા […]

અમદાવાદ આરોગ્ય વિભાગની ટીમનો શાળા-કોલેજોમાં સપાટો, મચ્છરોના બ્રિડિંગ મુદ્દે 81 સ્કૂલોને આપી નોટિસ, જુઓ VIDEO

Follow us on

અમદાવાદમાં રોગચાળાના ભરડા વચ્ચે કોર્પોરેશનની આરોગ્ય ટીમ સફાળી જાગી છે અને 747 શાળા-કોલેજમાં મેગા ચેકિંગ કર્યું છે. બીજા સત્રની શરૂઆતમાં જ તંત્રની ટીમે મચ્છરોના બ્રિડીંગની તપાસ કરતાં શહેરની 81 સ્કૂલોને નોટિસ ફટકારી છે. જ્યારે 9 સ્કૂલોની એડમિન ઓફિસ સીલ કરી દીધી છે.

 

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

જ્યારે 15 સ્કૂલો પાસેથી 1.5 લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. શહેરમાં 45 દિવસમાં જ ડેન્ગ્યુના 2 હજારથી વધુ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ટીમ સતર્ક થઈ ગઈ છે અને બાળકોના આરોગ્યને કોઈ નુક્સાન ન પહોંચે તે માટે કાર્યવાહી કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જે શાળા-કોલેજોને સીલ કરવામાં આવી છે તેના પર નજર કરીએ તો ઠક્કરનગરની સોહમ નર્સિંગ સ્કૂલ, ઘાટલોડિયાની હિન્દી પ્રતાપ સ્કૂલ, બોડકદેવની નિર્માણ સ્કૂલ, ઓઢવની મહારાજા અગ્રેશન સ્કૂલ, વસ્ત્રાલની દુન સ્કૂલ, જોધપુરની યુરો કિડ્સ સ્કૂલ, વેજલપુર ગુજરાતી-અંગ્રેજી પ્રાથમિક શાળા, બહેરામપુરાની અમન સ્કૂલ, જમાલપુરની એલએનસી મહેતા આર્ટસ કોલેજનો સમાવેશ થાય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મહત્વનું છે કે અમદાવાદમાં ડેન્ગ્યુ અને કમળા સહિતના રોગચાળાએ ભરડો લીધો છે. ચોમાસા બાદ રોગચાળો કાબૂમાં આવવાને બદલે વધુ વકરી રહ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં આવી ગઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article