Ahmedabad: AMC સ્કૂલ બોર્ડની શાળાઓના 4 શિક્ષકો કોરોના સંક્રમિત

|

Jan 07, 2022 | 7:16 PM

સ્કૂલ બોર્ડના ચેરમેનને સવાલ કરવામાં આવ્યો, ત્યારે તેમણે શિક્ષકો પોઝિટિવ થયાની માહિતી ન હોવાનું જણાવ્યું હતુ. એટલુ જ નહીં સ્કૂલ બોર્ડના એકપણ વિદ્યાર્થીને કોરોના ન થયો હોવાનો ચેરમેને દાવો કર્યો છે.

રાજ્યમાં ખાસ કરીને અમદાવાદ (Ahmedabad) શહેરમાં કોરોના (corona)નું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. અમદાવાદમાં એક તરફ વિદ્યાર્થીઓનું રસીકરણ શરૂ કરાયું છે, ત્યાં બીજી તરફ સ્કૂલો (schools)માં કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. આમ છતા શાળાઓ દ્વારા ઓફલાઇન શિક્ષણ (offline classes) બંધ ન કરાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં AMC સ્કૂલ બોર્ડની શાળાઓના 4 શિક્ષકો (Teachers)ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

અમદાવાદમાં કોરોના વિસ્ફોટ વચ્ચે પણ શાળાઓમાં ઓફલાઇન વર્ગો ચાલુ રાખવામાં આવ્યા. તાજેતરમાં AMC સ્કૂલ બોર્ડની શાળાઓના 4 શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે શિક્ષકો પોઝિટિવ હોવા છતાં સ્કૂલોમાં ઓફલાઇન વર્ગો ચાલુ જ રખાયા.

અમદાવાદની શાળાઓમાં વધતા કોરોના સંક્રમણને લઇને અને AMC સ્કૂલ બોર્ડની શાળાઓના 4 શિક્ષકો કોરોના પોઝિટિવ આવવા અંગે જ્યારે સ્કૂલ બોર્ડના ચેરમેનને સવાલ કરવામાં આવ્યો, ત્યારે તેમણે શિક્ષકો પોઝિટિવ થયાની માહિતી ન હોવાનું જણાવ્યું હતુ. એટલુ જ નહીં સ્કૂલ બોર્ડના એકપણ વિદ્યાર્થીને કોરોના ન થયો હોવાનો ચેરમેને દાવો કર્યો છે.

AMC સ્કૂલ બોર્ડના ચેરમેને જણાવ્યુ હતુ કે સ્કૂલ બોર્ડની શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ બંધ નહીં થાય. દરેક શાળામાં SOPનું પાલન થાય છે. તેમજ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કની તકેદારી રાખવામાં આવી રહી છે. ઓડ ઇવન સિસ્ટમ મુજબ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે છે. રાજ્ય સરકાર જે ગાઈડલાઈન આપશે તેનું પાલન કરવામાં આવશે.

જોકે હવે સરકારે હવે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. જે મુજબ ધોરણ.1થી 9માં 31 જાન્યુઆરી સુધી ઓફલાઇન શિક્ષણ બંધ કરવામાં આવ્યુ છે.

 

આ પણ વાંચોઃ Ahmedabad: DEO કચેરીની તમામ કામગીરી કરાઈ ઓનલાઈન, જોકે શિક્ષણ હજુ ઓફલાઈન

આ પણ વાંચોઃ Ahmedabad માં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો, પાંચ દિવસમાં નોંધાયા આટલા કેસો

Published On - 7:13 pm, Fri, 7 January 22

Next Video