આજે સાંજે પ કલાકે કોરોના માટે કો-વેક્સિન હવાઇમાર્ગે ગુજરાત આવશે, સૌપ્રથમ 1000 સ્વંયસેવકો પર કરાશે ટ્રાયલ

|

Nov 24, 2020 | 4:28 PM

આજે સાંજે 5 વાગ્યે કોરોના પર ટ્રાયલ માટેની કો-વેક્સિન, ઈન્ડિગો ફ્લાઈટ મારફતે અમદાવાદ એરપોર્ટ પર આવશે. કો-વેક્સિન, એરપોર્ટથી અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિન લઈ જવાશે. આઈસીએમઆરની ગાઈડ લાઈન પ્રમાણે નિયત તાપમાનમાં વેક્સિન રખાશે. સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિન રાખવા વિશેષ રૂમ ઊભો કરાયો છે.   Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય […]

આજે સાંજે પ કલાકે કોરોના માટે કો-વેક્સિન હવાઇમાર્ગે ગુજરાત આવશે, સૌપ્રથમ 1000 સ્વંયસેવકો પર કરાશે ટ્રાયલ

Follow us on

આજે સાંજે 5 વાગ્યે કોરોના પર ટ્રાયલ માટેની કો-વેક્સિન, ઈન્ડિગો ફ્લાઈટ મારફતે અમદાવાદ એરપોર્ટ પર આવશે. કો-વેક્સિન, એરપોર્ટથી અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિન લઈ જવાશે. આઈસીએમઆરની ગાઈડ લાઈન પ્રમાણે નિયત તાપમાનમાં વેક્સિન રખાશે. સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિન રાખવા વિશેષ રૂમ ઊભો કરાયો છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અગાઉ 3 હજાર જેટલા ટ્રાયલ કરવા માટે આયોજન કરાયું હતું, હવે વ્યવસ્થાને આધિન 1 હજાર સ્વયં સેવકો પર ટ્રાયલ કરાશે.આઈસીએમઆર અને નેશનલ વાયરોલોજી ઈન્સ્ટિટ્યુટ પુણે દ્વારા મંજૂરી આપ્યા બાદ આ વેક્સિન ડેવલોપ કરાઇ છે.

 

હાલ તો સોલા હોસ્પિટલ તંત્ર દ્વારા ટ્રાયલ માટે વોલન્ટિયર્સ આઇડેન્ટિફાય કરાયા છે. આ મામલે મુખ્યમંત્રી નિવાસસ્થાને એક બેઠક પણ યોજાશે. ગુજરાતમાં વધતા કોરોના સંક્રમણને પગલે આ વેક્સિન કેટલું કારગત નિવડે છે તે જોવું રહ્યું

શું છે કો-વેક્સિન ?
કો-વેક્સિન સંપૂર્ણ સ્વદેશી એટલે કે ભારતમાં જ બની છે. કો-વેક્સિનનું હજુ ત્રીજા ચરણમાં ટ્રાયલ્સ ચાલી રહ્યું છે. તેના અગાઉના પરિક્ષણોને આધારે બનાવનારી કંપની ભારત બાયોટેકે કહ્યું છે કે તેના પરિણામો ઉત્સાહ વધારનારા અને સારા છે. કંપનીના એક નિવેદનના આધારે એવું મનાઈ રહ્યું છે કે આ રસીની હાલની અસરકારકતા 60 ટકા જેટલી આવી શકે છે. જોકે ફાઇનલ પરિણામોને હજુવાર છે. આ-જ રસીના ટ્રાયલ માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લવાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 2:30 pm, Tue, 24 November 20

Next Article