Rajkot : ગણેશ ઉત્સવ પહેલા આરોગ્ય વિભાગ હરકરતમાં, મીઠાઈની દુકાનોમાં શરૂ કરાયુ સઘન ચેકિંગ

|

Sep 08, 2021 | 5:08 PM

ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા શહેરના લાડુનું વેચાણ કરતા વિક્રેતાઓની તપાસ હાથ  ધરવામાં આવી છે.

Rajkot : 10 સપ્ટેમ્બરના રોજ ગણેશ ઉત્સવ શરૂ થવાનો છે, ત્યારે રાજકોટમાં આરોગ્ય વિભાગ તહેવાર પહેલા જ  હરકતમાં આવ્યુ છે, શહેરમાં લાડુ બનાવતી મીઠાઈની દુકાનોમાં સઘન ચેકિંગ(Checking)  હાથ ધરવામાં આવ્યુ છે.શહેરનાં છ જગ્યાએ આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે, આ ઉત્સવમાં (Ganesh festival) લાડુનું ખાસ મહત્વ હોય છે, ત્યારે આરોગ્ય વિભાગ(Health department)  દ્વારા શહેરના મીઠાઈ બનાવતા વિક્રેતાઓની તપાસ હાથ  ધરવામાં આવી છે. વેપારીઓ લોકોના આરોગ્ય સાથે (Health) ચેડા ન કરે તે માટે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ છે.

શહેરમાં છ જગ્યાએથી સેમ્પલ લેવામાં આવ્યા

આરોગ્ય અધિકારી પી. પી. રાઠોડે (P.P Rathod)જણાવ્યુ હતુ કે, “ગણેશ ઉત્સવમાં મોતી ચુરના લાડુ અને અન્ય લાડુનુ મોટાપાયે વેચાણ થતુ હોય છે,જેથી ઉત્પાદકો કોઈ અખાદ્ય વસ્તુનો ઉપયોગ કરી રહ્યા છે કે કેમ તેની તપાસ કરવામાં આવી છે, જેમાં હાલ છ જગ્યાએથી નમુના લેવામાં આવ્યા છે, જેને તપાસ માટે બરોડા મોકલવામાં આવ્યા છે. વધુમાં જણાવ્યુ કે, આ તપાસનો મુખ્ય હેતુ એ છે કે લોકોના આરોગ્યની સલામતી જળવાઈ રહે.”

 

આ પણ વાંચો :Gujarat : છેલ્લા 24 કલાકમાં 28 જિલ્લામાં વરસાદ નોંધાયો, સૌથી વધારે ડેડિયાપાડામાં પોણા નવ ઈંચ વરસાદ નોંધાયો

આ પણ વાંચો : સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગોંડલ, જસદણ પંથકમાં મેઘમહેર

Published On - 3:19 pm, Wed, 8 September 21

Next Video