Agricultural Bills : આજે ખેડૂતો અને આંદોલનનો વિજય થયો છે : હાર્દિક પટેલ

|

Nov 19, 2021 | 12:32 PM

વડાપ્રધાનની આ જાહેરાત બાદ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે સોશિયલ મીડિયામાં પણ એક પોસ્ટ મુકી છે. જેમાં હાર્દિકે જણાવ્યું છે કે આજે ખેડૂતો અને તેમના આંદોલનનો વિજય થયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત મામલે પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જણાવ્યું છેકે સરકારના નિર્ણયનું અમે સ્વાગત કરીએ છીએ, અને સરકારે હવે જયારે માફી માંગી છે ત્યારે આખરે ખેડૂતો અને ખેડૂતોના આંદોલનની જીત થઇ છે. સાથે જ હાર્દિક પટેલે મૃતક ખેડૂતોને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી. તો આ સાથે હાર્દિક પટેલે જણાવ્યું કે જો ખેડૂતોના હિતમાં નિર્ણય લેવો હોય તો સ્વામીનાથન કમિટીનો રિપોર્ટ લાગુ કરવો જોઇએ. જો આમ નહીં થાય તો ખેડૂતો આંદોલન કરતા રહેશે. અને, સરકારના મનસ્વી નિર્ણયનો સતત વિરોધ થતો રહેશે તેમ પણ પટેલે ઉમેર્યું છે.

નોંધનીય છેકે વડાપ્રધાનની આ જાહેરાત બાદ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે સોશિયલ મીડિયામાં પણ એક પોસ્ટ મુકી છે. જેમાં હાર્દિકે જણાવ્યું છે કે આજે ખેડૂતો અને તેમના આંદોલનનો વિજય થયો છે. ભાજપની તાનાશાહી અને આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને આ વિજય શ્રદ્ધાંજલિ રૂપે અર્પિત છે. ભાજપના નેતાઓ અત્યારસુધીમાં કૃષિ કાયદાઓના ફાયદાઓ જણાવતા હતા, હવે તેઓ આ કાયદાઓ પરત લેવાના ફાયદાઓ ગણાવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દેશને સંબોધન, કૃષિ કાયદા બાબતે મોટી જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કર્યું હતું. PM મોદીએ સંબોધનની શરૂઆતમાં દેશવાસીઓને દેવદિવાળી અને ગુરુનાનકજયંતીની શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું કે મેં ખેડૂતોના પડકારોને જીણવટતાપૂર્વક જોયા છે. નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમે ખેડૂતોનાં હિતોને પ્રાથમિકતા આપી છે. મોદીએ ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી છે. આ સાથે PMએ તમામ દેશવાસીઓની માફી પણ માગી છે.

Next Video