વન, આદિવાસી વિકાસ અને પર્યટન પ્રધાન ગણપત વસાવાએ સુરતમાં એક જાહેરસભા દરમિયાન કહ્યું કે પહેલા ભારતમાં લોકસભા પહેલા પાકિસ્તાનમાં શોકસભા થવી જોઇએ. વસાવાએ કહ્યું, ‘જેવા સાથે તેવા થવું પડશે. લોકસભા ચૂંટણી પહેલા પાકિસ્તાનમાં પણ એક શોકસભા થવી જોઇએ.’
ચૂંટણી રોકી દો, પાકિસ્તાનને ઠોકી દો
ગણપત વસાવાએ કહ્યું, ‘અત્યારે ચૂંટણી રોકી દો અને પાકિસ્તાનને ઠીકો દો. જો સામાન્ય ચૂંટણીમાં બે મહિનાનો વિલંબ થાય, તો પણ ઠીક છે, પરંતુ પાકિસ્તાનને એક બોધપાઠ ભણાવવો જોઇએ. આપણા 125 કરોડ ભારતીયો ઇચ્છે છે કે આપણા સશસ્ત્ર દળો આવું કંઇક કરે. આપણે પોતાના સૈનિકોની શહાદતનો બદલો ચોક્કસ લઇશું. આપણને આપણઆ જવાનો પર પૂરો ભરોસો છે.’