ગુજરાત(Gujarat) સરકાર દ્રારા પાટીદાર (Patidar) અનામત આંદોલન સમયે પાટીદાર યુવાનો પર થયેલા કેસો પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરી રહી છે અને આ પૈકી કેટલાક કેસો પરત ખેંચાયા પણ છે ત્યારે ક્ષત્રિય સમાજના સામાજિક સંગઠન રાજપૂત કરણી સેના(Karni Sena)દ્રારા પદમાવત ફિલ્મના વિરોધ માટે થયેલા આદોલન સમયે ક્ષત્રિય યુવાનો પર થયેલા કેસો પરત ખેંચવાની માંગ કરી છે,આ માટે કરણીસેનાના ગુજરાતના પ્રદેશ પ્રમુખ જે.પી જાડેજાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી છે.આ અંગે જે.પી જાડેજાએ કહ્યું હતું કે ક્ષત્રિય યુવાનો પર થયેલા કેસો પરત ખેંચવા અંગે ઘણાં સમયથી રજૂઆત કરવામાં આવી છે આ અંગે તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેસો પરત ખેંચવા અંગે બાંહેધરી પણ આપી હતી અને કેટલાક કેસો પરત ખેંચવામાં પણ આવ્યા પરંતુ હજુ કેટલાક યુવાનો પણ થયેલા કેસ પેન્ડીંગ છે જે સત્વરે પાછા ખેંચાય તેવી રાજપૂત કરણી સેના દ્રારા માંગ કરવામાં આવી છે.
સંજય લીલા ભણશાલીની ફિલ્મ પદમાવત ફિલ્મની સ્ટોરીને લઇને ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો.આ ફિલ્મના રિલીઝ ન થવા દેવા માટે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આંદોલનો થયા હતા.આ આંદોલન સમયે કેટલાક યુવાનો દ્રારા કાયદો હાથમાં લેવાયો હતો જેને લઇને ક્ષત્રિય યુવાનો પર કેસ નોંધાયા હતા.રાજપૂત કરણી સેના દ્રારા આ કેસ પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્રારા પાટીદાર સમાજ પર થયેલા કેસો પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે ત્યારે રાજકોટ જિલ્લામાં નોંધાયેલા બે કેસો પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે આ માટે જિલ્લા કલેક્ટર તંત્ર દ્રારા વહીવટી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અને આ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોર્ટ આખરી નિર્ણય લેશે અને આ કેસો પરત ખેંચવામાં આવશે.
આ પણ વાંચોઃ Surat: અઠવાડિયામાં 2 કલાકથી વધુના વીજ કાપથી ખેડુતો પરેશાન, શેરડી-ડાંગર સહિતના પાકને નુકસાન
આ પણ વાંચોઃ વિશ્વ ટીબી દિવસ : ગુજરાતમાં દર વર્ષે 1.70 લાખ કેસ અને 1000 દર્દીના મોત