AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saputara: ગુજરાતનાં ચેરાપૂંજી એવા ડાંગ જિલ્લામાં 100 ઈંચ વરસાદ બાદ પણ પાણીનાં પોકાર, ખાઈબદેલા અધિકારીઓએ જિલ્લાની ઘોર ખોદી હોવાના આક્ષેપ

Saputara: ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લામાં પડે છે જેને કારણે ડાંગને રાજયનું ચેરાપૂંજી (cherrapunji) કહેવામાં આવે છે, જોકે સૌથી વધુ વરસાદ વરસતો હોવા છતાં અહીંયા માત્ર ઉનાળામાં નહિ પણ બારે માસ પાણીની સમસ્યા જોવા મળે છે.

Saputara: ગુજરાતનાં ચેરાપૂંજી એવા ડાંગ જિલ્લામાં 100 ઈંચ વરસાદ બાદ પણ પાણીનાં પોકાર, ખાઈબદેલા અધિકારીઓએ જિલ્લાની ઘોર ખોદી હોવાના આક્ષેપ
After getting 100 inch rain still dang district is seeking for water problem
| Updated on: Jun 11, 2021 | 2:16 PM
Share

Saputara: ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લામાં પડે છે જેને કારણે ડાંગને રાજયનું ચેરાપૂંજી(cherrapunji) કહેવામાં આવે છે, જોકે સૌથી વધુ વરસાદ વરસતો હોવા છતાં અહીંયા માત્ર ઉનાળામાં નહિ પણ બારે માસ પાણીની સમસ્યા જોવા મળે છે. રાજ્યના ચેરાપૂંજી ગણાતા ડાંગ જિલ્લા (Dang District)માં સરેરાશ 100 ઇંચ કરતાં વધુ વરસાદ પડતો હોય છે, ચોમાસામાં લોકો ખાસ અહીંયા નદીઓ અને કુદરતી ધોધ જોવા દૂરદૂરથી આવતા હોય છે. તેમ છતાં અહીંયા રહેતા આદિવાસી લોકો માટે પીવાના પાણીની સમસ્યા ખૂબ મોટી છે.

મોટા ભાગના ગામોમાં લોકોએ પાણીમાટે દુરદુર ભટકવું પડે છે, દિવસ હોય કે રાત પાણી માટેની લાઈન જોવા મળે છે, ગામમાં અને ઘરોમાં પાણી પહોંચાડવા માટે સરકારની વિવિધ યોજના નિષ્ફળ જોવા મળેછે, જ્યા ટાંકી બનાવી છે ત્યાં પાણી પહોંચતું નથી નળ કનેક્શન હોય ત્યાં પાણી આવતું નથી, સોનગીર ગામની મહિલાઓ પાણી માટે રોજ માથે બેડા લઈને 2 કિલોમીટરનો પહાડ ચઢે છે.

ગામની તળેટીમાં આવેલ કુવાના આધારે જીવતા લોકો ઉનાળામાં માંડ તરસ મિટાવે એટલું પાણી મેળવી શકે છે ત્યારે ચોમાસામાં તેમના નસીબમાં ડહોળું પાણી હોય છે. આ પાણીને કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર અસર થાય છે અને જુદા જુદા પ્રકારના રોજના ભોગ બનવું પડે છે. કમનસીબે આવું પાણી લેવા માટે પણ ગામના લોકોએ દુરદુર ભટકવું પડી રહયું છે. જંગલ વિસ્તારને કારણે અહિયાં હિંસક પ્રાણીનો ભય રહે છે જેથી લોકો સમૂહમાં પાણી લેવા જાય છે અને તેમાં પણ સાથે સુરક્ષા માટે એક બે માણસ જતા હોય છે.

સાપુતારા (Saputara)થી નજીક માહારાષ્ટ્ર બોર્ડર ઉપર આવેલ બરડા ગામની હાલત સોનગીર કરતાં પણ ખરાબ છે, આદિવાસી અને પછાત ગામોમાં સરકારે વીજળી, રસ્તા સાથે મોબાઈલ નેટવર્કની પણ સુવિધા ઉપલબ્ધ કરાવી છે પરંતુ ખાઈબદેલા અધિકારીઓને કારણે અહીંયા લોકો માટે જીવન જરૂરી એવું પાણી પહોંચતું નથી. બરડા ગામે વાસમો યોજના હેઠળ બનવવામાં આવેલ ટેન્ક તૂટી ગઇ છે.

અહિયાં પણ ઘર ઘર પાણી એ માત્ર સ્વપ્ન જેવું લાગે છે. વર્ષો જૂનો પાણી નો કૂવો પણ જમીનમાં ધસી પડ્યો છે જોકે એક માત્ર આધાર હોય એટલે મહિલાએ જીવન જોખમે આ કુવાની તૂટેલી પાળ ઉપર ચઢી ને કે કુવામાં નીચે ઉતરીને પાણી લેવા મજબૂર છે. જિલ્લા ના આગેવાનો ના કહેવા મુજબ માનવજીવન અને પશુપાલન માટે જરૂરી એવા પાણી માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પૈસા આપે છે પરંતુ અહીંના અધિકારીઓ મોટા ભાગની યોજના કાગળ ઉપર બતાવી લોકોના જીવન સાથે રમત રમી રહ્યા હોય એવું લાગે છે.

જિલ્લામાં યોગ્ય સંકલન અને આયોજનના અભાવે ડાંગ માં પાણીની સમસ્યા હલ થઈ શકતી નથી. આગેવાનોને કહેવા મુજબ અધિકારીઓએ સ્થળ ઉપર આવી ને કામ કરવું જોઈએ એના બદલે ઓફિસમાં બેસી કામ કરે છે જેનું આ પરિણામ છે.  ઉલ્લેખનિય છે કે કુદરતની મહેરથી જ્યાં 100 ઇંચ કરતા વધારે વરસાદ વરસતો હોય ત્યાં કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ જો લોકોએ પાણી માટે વલખાં મારવા પડતા હોય તો આ સમસ્યાને માનવ સર્જિત કહેવું કોઈ ખોટું નથી.

અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
g clip-path="url(#clip0_868_265)">