Rajkot : ખાદ્યતેલ અને દુઘના ભાવમાં વધારો થયા બાદ જનતા પર મોંઘવારીનો (Inflation)વધુ એક માર પડી રહ્યો છે. બારે માસ ભરવાના રસોડાનાં મસાલાના ભાવમાં (The price of spices)વધારો થયો છે. ગત વર્ષ કરતા આ વર્ષે મસાલાના ભાવમાં 20 થી 25 ટકાનો વધારો થયો છે. જેના કારણે સામાન્ય માણસમાં મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે.
સામાન્ય રીતે માર્ચ અને એપ્રિલના સમયમાં હળદર,મરચું, ધાણાજીરૂં સહિતની મરી મસાલાની સિઝન હોય છે. લોકો બાર મહિનાના રસોડાના મસાલા આ સિઝનમાં ભરતા હોય છે. પરંતુ હવે આ મસાલામાં પણ મોંઘવારીનો માર પડ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મરી મસાલાના ભાવમાં 20 થી 25 ટકાનો વધારો થયો છે. ગૃહિણીઓનું કહેવું છે કે દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે, ત્યારે સામાન્ય માણસને ઘર કેમ ચલાવવું એક મોટો પડકાર છે.
ગત વર્ષ અને આ વર્ષના મસાલાના ભાવ
મસાલા- જુનો ભાવ (કિલો)- નવો ભાવ(કિલો)
હળદર 110 140
જીરૂ 200 270
મરચાં 200 220
હિંગ 200 300
ધાણી 110 150
ઓછા ઉત્પાદનને કારણે ભાવ વધારો-વેપારી
આ અંગે ભક્તિનગર વિસ્તારમાં આવેલી મસાલા માર્કેટના વેપારી મહેશ પાબારીનું કહેવું છે કે વર્ષે મસાલાના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થયો છે.અતિવૃષ્ટિ અને માવઠાંને કારણે ઉત્પાદન ખૂબ જ ઓછું થયું છે જેની સામે લોકોની જરૂરિયાત વધારે છે જેના કારણે આ ભાવ વધારો થયો છે.એક તરફ ખાઘતેલના ભાવમાં વધારો થયો છે તેમાં વળી દુધ ઉત્પાદકોએ પણ ભાવમાં વધારો કર્યો છે તેવામાં બાર મહિનાના મસાલામાં ભાવ વધારો થતા સામાન્ય માણસની કમ્મર તૂટી ગઇ છે ત્યારે મોંધવારીને કાબુમાં લેવા માટે સરકાર નક્કર પગલાં લે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.
આ પણ વાંચો : Surat : સિવિલ પરિસરમાં ગાંજાનો છોડ મળી આવતા વિવાદ, તપાસ થાય તે પહેલા બાળી દેવામાં આવ્યો
આ પણ વાંચો : RMCના આવાસમાં બુકિંગ ન થતા 24 લાખના આવાસ હવે માત્ર 18 લાખ રૂપિયામાં મળશે !
Published On - 5:43 pm, Mon, 7 March 22