Surat: નવેમ્બર ડિસેમ્બરમાં લગ્નપ્રસંગના મુહુર્તને લઈને પાર્ટી પ્લોટનું એડવાન્સ બુકીંગ

|

Jul 29, 2021 | 7:48 AM

કોરોનાના કેસો ઘટા હવે જનજીવન પાટે ચડવાના પ્રયત્નો કરી રહ્યું છે. અને હવે લોકોએ લગ્નસરાની તૈયારી શરૂ કરી છે.

Surat: નવેમ્બર ડિસેમ્બરમાં લગ્નપ્રસંગના મુહુર્તને લઈને પાર્ટી પ્લોટનું એડવાન્સ બુકીંગ
Advance booking of party plots for the wedding in November-December

Follow us on

Surat હાલ ચાતુર્માસનો પ્રારંભ થઇ ચુક્યો છે. અને લગ્નસરા (Marriage Season) સ્થગિત થઇ ગયા છે. હવે 15 નવેમ્બરથી લગ્ન મુહૂર્ત શરૂ થશે. આ વખતે નવેમ્બરથી ડિસેમ્બર સુધી લગ્નના 14 મુહૂર્ત છે. તેને જોઈને તૈયારીઓ અત્યારથી શરૂ થઇ ગઈ છે. અત્યાર સુધી મેરેજ હોલ, પાર્ટી પ્લોટ અને હોટેલોમાં 300 જેટલા બુકીંગ થઇ કકયા છે.

સુરત મહાનગરપાલિકાના તેમજ ખાનગી પાર્ટી પ્લોટ(party plot ) વગેરે બુક થવાની શરૂઆત થઇ ગઈ છે. ઇવેન્ટ મેનેજમેન્ટ કરનારા ગૌરવ જરીવાલા જણાવે છે કે નવેમ્બર ડિસેમ્બરમાં લગ્નના શુભ મુહૂર્ત પર બુકીંગ માટે અત્યારથી જ સ્પર્ધા જોવા મળી રહી છે. દેવઉઠી એકાદશીના દિવસે ચાતુર્માસ પૂર્ણ થશે. અને તેના પછી શુભ કાર્યો કરી શકાશે. 15 નવેમ્બરે હ્રીપ્રોબોધિની એકાદશી પછી નવેમ્બર 19થી 13 ડિસેમ્બર સુધી લગ્નના શુભ મુહૂર્ત છે.

લગ્નના તાંતણે બંધાવા જઈ રહેલા લોકોએ પહેલાથી જ બેન્ડબાજા, બગી અને મંડપ પણ બુક કરાવ્યા છે કે સરકારની ગાઇડલાઇન પ્રમાણે તેમના લગ્ન સંપન્ન થાય. જાણકારોનું એ પણ કહેવું છે કે નવેમ્બર અને ડિસેમ્બરમાં થનારા લગ્ન બાબતે હાલ કોરોનાને લઈને કશું પણ કહેવું મુશ્કેલ છે. જેથી બેન્ડ અને કેટરર્સ ના બુકીંગ હાલ ઓછા થઇ રહ્યા છે. લોકો સરકારની ગાઇડલાઇન આવ્યા પછી જ બુકીંગ કરવાની તૈયારી કરી રહ્યા છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ત્યાં જ કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના વચ્ચે લોકોએ લગ્ન માટે ટોકન મની આપીને બુકીંગ પણ કરાવી રાખ્યું છે. કોરોનાની બીજી લહેરને કારણે એપ્રિલ અને મે મહિનામાં ઘણા લગ્નો થઇ શક્યા ન હતા, હવે આ લગ્નો નવેમ્બર અને ડિસેમ્બરમાં થશે. સુરત મનપા અને પ્રાઇવેટ પ્લોટ મળીને અત્યાર સુધી 300થી વધારે પાર્ટી પ્લોટ બુક થઇ ગયા છે.

હવે સુરત સહિત રાજ્યભરમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાતા લોકો અને વહીવટી તંત્રે રાહતનો શ્વાસ લીધો છે.  કોરોના બાદ હવે જનજીવન પૂર્વવત થઇ ગયું છે. ત્યારે ફરી એકવાર કોરોનાના કારણે અટકી ગયેલા પ્રસંગો સમારોહ ફરી એકવાર તેના પાટે ચડવાની તૈયારી કરી રહ્યા છે.

Published On - 7:39 am, Thu, 29 July 21

Next Article