નવા વર્ષના પ્રારંભે જ વાહન ચાલકોને ઝટકો, અદાણી ગેસે વધાર્યા CNGના ભાવ
અદાણી ગેસ દ્વારા 10 દિવસ પહેલા જ રૂ.1.85નો વધારો કરવામાં આવ્યો હતો અને હવે નવા વર્ષની શરૂઆતમાં ગુજરાતની જનતા પર ફરી 2.50 રૂપિયાનો સીએનજી ગેસમાં ભાવ વધારો ઝીંકી દેવાયો છે.
હાલ ગુજરાતમાં કોરોના (Corona)ના નવા વેરિઅન્ટ ઓમિક્રોન (new variant Omicron) કેસમાં દરરોજ વધારો થઇ રહ્યો છે. કોરોનાના કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. રોગચાળાથી ગુજરાતની પ્રજા પરેશાન છે ત્યાં હવે ગુજરાતની પ્રજા માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. અદાણી ગેસે (Adani Gas) વાહન ચાલકોને નવા વર્ષના પ્રારંભે જ મોટો ઝટકો આપ્યો છે. પહેલેથી જ મોંઘવારી (Inflation)માં પીસાતી પ્રજાને વધુ એક કમરતોડ ઝટકો મળ્યો છે. અદાણી ગેસે CNGના ભાવમાં 2.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંક્યો છે.
આર્થિક બોજ વધ્યો
હજુ 10 દિવસ પહેલા જ અદાણી ગેસે CNGના ભાવ વધાર્યા હતા. હવે ફરીવાર સીએનજીના ભાવ 67.59 રૂપિયાથી વધારીને 70.09 રૂપિયા કરી દીધો છે. CNGમાં સતત ભાવ વધારાને લીધે વાહનચાલકો પર આર્થિક બોજ વધી ગયો છે.
10 દિવસમાં બે વખત ભાવ વધારો
અદાણી ગેસ દ્વારા 10 દિવસ પહેલા જ રૂ.1.85નો વધારો કરવામાં આવ્યો હતો અને હવે નવા વર્ષની શરૂઆતમાં ગુજરાતની જનતા પર ફરી 2.50 રૂપિયાનો સીએનજી ગેસમાં ભાવ વધારો ઝીંકી દેવાયો છે. એટલે કે 10 દિવસમાં અદાણી ગેસે રૂ.4.35નો વધારો ઝીંકી દીધો છે. CNG ગેસના આ ભાવ વધારાથી વાહનચાલકોને મોટુ નુકસાન થતુ હોય છે.
પેટ્રોલ ડીઝલમાં થતા ભાવ વધારાના કારણે માંડ લોકો સીએનજી ગેસના વાહનો તરફ વળ્યા હતા. હવે તેમાં પણ ભાવ વધારો થતા અદાણી ગેસ સામે વાહન ચાલકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. લોકોએ સીએનજીના ભાવમાં ઘટાડો કરવાની માગ કરી છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં કોરોનાના વધતા કેસો વચ્ચે ક્લેક્ટર કચેરીમાં લોકોની બેરોકટોક અવર જવર
આ પણ વાંચોઃ VADODARA : મહિલા કોર્પોરેટરે દારૂડિયા પુત્રને છોડાવવા પોલીસ સ્ટેશન માથે લીધુ
