વાહનચાલકો પર મોંઘવારીનો માર: કોઈ કારણ વગર અદાણી ગેસે CNG ના ભાવમાં કર્યો આટલો વધારો

|

Dec 07, 2021 | 9:42 AM

Adani Gas hikes: વાહનચાલકો પર મોંઘવારીનો માર યથાવત્ રહ્યો છે. અદાણી ગેસે CNGના ભાવમાં 75 પૈસાનો વધારો ઝીંક્યો છે. ત્યારેઅદાણી CNGનો ભાવ 64.99થી વધીને 65.74 થયો છે.

CNG Rate: વાહનચાલકો પર મોંઘવારીનો માર યથાવત્ છે. અદાણી ગેસે સીએનજીના (Adani CNG GAS) ભાવમાં વધારો ઝીંક્યો છે. તો દિવાળી સુધી ભાવ વધાર્યા બાદ અદાણી ગેસે એક મહિના સુધી ભાવ વધારામાં શાંતિ રાખી હતી. પરંતુ હવે ફરી ભાવ વધારવાનું શરૂ કરી દીધુ છે. અદાણી ગેસે ફરી એકવાર કોઈપણ કારણ વિના CNGના ભાવમાં (CNG Price) 74 પૈસાનો વધારો કર્યો છે.

આ સાથે જ અદાણી સીએનજીનો કિલોદીઠ ભાવ 64.99 થી વધીને 65.74 રૂપિયા થઈ ગયો છે. દિલ્લી અને મુંબઈમાં ભાવ વધ્યા બાદ ગુજરાતમાં પણ નવો ભાવ અમલી બન્યો છે. મહત્વનું છે કે અદાણી ગેસે આ પહેલા ગત 2 નવેમ્બરે સીએનજીના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો હતો.

એકતરફ પેટ્રોલ-ડીઝલના આસમાને પહોંચેલા ભાવ અને સીએનજીમાં પણ સતત થઈ રહેલા ભાવ વધારાને પગલે વાહનચાલકો પરેશાન થઈ ગયા છે. સીએનજી વાહનચાલકોના ખિસ્સા પર આર્થિક ભારણ વધી ગયું છે. ગુજરાત ગેસ અને અદાણી ગેસ વચ્ચે જાણે ભાવ વધારવાની સ્પર્ધા ચાલી રહી છે. જેમાં સામાન્ય પ્રજા પીસાઈ રહી છે.

 

આ પણ વાંચો: ઓમિક્રોનનો આતંક: રાજ્યમાં વધુ બે શંકાસ્પદ કેસ, UK થી વડોદરા પરત ફરેલા વૃદ્ધ દંપતી કોરોના પોઝિટિવ

આ પણ વાંચો: Gandhinagar: દુબઈ જતા પહેલાં CM ની આજે કેબિનેટ બેઠક, ઓમિક્રોનની આફત અને વાયબ્રન્ટની તૈયારીઓની થશે ચર્ચા

Next Video