અમદાવાદ અને રાજકોટમાં નવજાત શિશુના મોતને લઈ સરકારનો દાવો, બાળમૃત્યુ દર 25 કરતા પણ નીચે

|

Jan 05, 2020 | 11:49 AM

અમદાવાદ અને રાજકોટમાં નવજાત શિશુના મોતને લઈને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે દાવો કર્યો છે કે, રાજ્યમાં બાળ મૃત્યુદર હાલ 25 કરતા પણ નીચો છે. નીતિન પટેલે કહ્યું કે અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં બાળ મૃત્યુદર ઓછો છે. હાલ રાજ્યમાં એક હજાર બાળકો જન્મ લે છે. જેમાંથી 25 બાળકોનાં મોત થાય છે. નીતિન પટેલે કહ્યું કે […]

અમદાવાદ અને રાજકોટમાં નવજાત શિશુના મોતને લઈ સરકારનો દાવો, બાળમૃત્યુ દર 25 કરતા પણ નીચે

Follow us on

અમદાવાદ અને રાજકોટમાં નવજાત શિશુના મોતને લઈને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે દાવો કર્યો છે કે, રાજ્યમાં બાળ મૃત્યુદર હાલ 25 કરતા પણ નીચો છે. નીતિન પટેલે કહ્યું કે અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં બાળ મૃત્યુદર ઓછો છે. હાલ રાજ્યમાં એક હજાર બાળકો જન્મ લે છે. જેમાંથી 25 બાળકોનાં મોત થાય છે. નીતિન પટેલે કહ્યું કે 1997માં ગુજરાતમાં બાળ મૃત્યુદર 62 હતો, જે તબક્કાવાર ઘટીને 25એ પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ બાળકોના મોત મામલે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું ચોંકાવનારું નિવેદનઃ ‘ઉહાપોહ કરવાની જરૂર નથી’

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?

નાયબ મુખ્યપ્રધાને બાળ મૃત્યુદર અને માતા મૃત્યુદર પર ચિંતા વ્યક્ત કરીને કહ્યું કે મૃત્યુદર ઘટાડવા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. વધુમાં કહ્યું કે હાલ રાજ્યમાં દર વર્ષે 12 લાખ બાળકો જન્મ લે છે. સરકારનો પ્રયાસ છે કે, બાળ મૃત્યુદરમાં ઘટાડો કરવો. તેથી સરકાર નવી હોસ્પિટલો ખોલી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

બાળ રોગ નિષ્ણાતની તંગી હોવા છતાં રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. ગુજરાતમાં કુપોષણ પાછળ લોકોની રહેણી-કહેણી પણ રાજ્યના નાયબ મુખ્યપ્રધાને જવાબદાર ગણાવી. નીતિન પટેલે રાજકોટ અને અમદાવાદમાં ડિસેમ્બર મહિનામાં બાળ મૃત્યુદર પણ થોડો વધ્યો હોવાનું પણ સ્વીકાર્યું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article