ઓપરેશન ગંગા હેઠળ ગુજરાતનાં અટવાયેલા વિદ્યાર્થીઓ પરત ફરવાના શરૂ, 100 વિદ્યાર્થી પહોચ્યા ગુજરાત, આંતરરાષ્ટ્રીય સંબંધ ભારતને કામ લાગ્યા: જીતુ વાઘાણી

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે દિલ્હીથી વોલ્વો બસ મારફતે આજે વહેલી સવારે ગુજરાત પહોંચેલા યુવાઓને ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પુષ્પ ગુચ્છ આપીને આવકાર્યા હતા અને તેમના કુશળમંગળ પૂછ્યા હતા.

ઓપરેશન ગંગા હેઠળ ગુજરાતનાં અટવાયેલા વિદ્યાર્થીઓ પરત ફરવાના શરૂ, 100 વિદ્યાર્થી પહોચ્યા ગુજરાત, આંતરરાષ્ટ્રીય સંબંધ ભારતને કામ લાગ્યા: જીતુ વાઘાણી
Chief Minister welcomed 100 young students Who reached Gujarat under Operation Ganga
| Edited By: | Updated on: Feb 28, 2022 | 9:13 AM

યુક્રેન રશિયા યુદ્ધની (Ukraine Russia war) સ્થિતિ ચાલી રહી છે ત્યારે ભારત સરકારના પ્રયાસોથી આજે વહેલી સવારે ગુજરાતની 100 જેટલા વિદ્યાર્થી ગુજરાત પહોંચ્યા છે. આ વિદ્યાર્થીઓનું મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel)દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ. શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી (Jitu Vaghani)પણ મુખ્યપ્રધાન સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ પ્રસંગે કહ્યુ કે આંતરરાષ્ટ્રીય સંબંધ ભારતને કામ લાગ્યા છે જેથી આ વિદ્યાર્થી ઘરે પરત ફરી શક્યા છે.

યુક્રેન રશિયા યુદ્ધની સ્થિતિમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીય અને ગુજરાતી યુવા વિદ્યાથીઓને ઓપરેશન ગંગા અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને પ્રયાસોથી સ્વદેશ લાવવામાં આવી રહ્યા છે. આ ઓપરેશન અન્વયે આવેલી પહેલી ફલાઇટમાં ગુજરાતના 100 જેટલા યુવા વિદ્યાથીઓ મુંબઈ અને દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીથી વોલ્વો બસ મારફતે વહેલી સવારે ગુજરાત પહોંચેલા યુવાઓને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આવકાર્યા હતા. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પુષ્પ ગુચ્છ આપીને મુખ્યપ્રધાને તેમને આવકાર્યા હતા અને તેમના ખબરઅંતર પૂછ્યા હતા. શિક્ષણ પ્રધાન જીતુભાઈ વાઘાણી તેમજ અગ્ર સચિવ હૈદર,ગાંધીનગર કલેકટર કુલદીપ આર્ય વગેરે પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને આવકાર આપ્યો હતો.

મુખ્ય પ્રધાને આ યુવાઓ સાથે સંવાદ કર્યો હતો. તેમજ રાજ્ય સરકાર તેમની મદદ માટે તત્પર હોવાનું જણાવ્યુ હતુ. તો શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે ગઈકાલે 50 જેટલા વિદ્યાર્થીઓને યુક્રેનથી ગુજરાતમાં લાવવામાં સફળતા મળી છે. વડાપ્રધાન મોદીએ જે રીતે આંતરરાષ્ટ્રીય સંબંધો બાંધ્યા છે, તેના કારણે ભારતીયોને ગુજરાત માં લાવવામાં સફળતા મળી છે.

જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે હજુ પણ કેટલાક બાળકો યુક્રેનમાં છે, વેસ્ટર્ન ઝોનમાં રશિયા અને યુક્રેનનું ઓપરેશન ચાલુ છે. ત્યાંથી વિદ્યાર્થીઓ નીકળી શકે છે. પોલેન્ડની સરહદ હવે ભારત માટે ખુલી છે. ભારત દ્વારા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ત્યાં કેમ્પ લગાવવામાં આવ્યો છે. ત્યાં અધિકારીઓ પણ ગયા છે.

તો વિદ્યાથીઓને વતન પરત લાવવાની વ્યવસ્થા માટે માતા પિતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તેમજ ગુજરાત સુધી પહોંચાડવાની સુવિધા માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યકત કર્યો હતો.

આ પણ વાંચો

Vadodara : સાવલી તાલુકાના કોંગ્રેસ નેતાનો પુત્ર રહસ્યમય રીતે ગુમ, શોધખોળ શરૂ

આ પણ વાંચો-

Somnath માં મહાશિવરાત્રીની ઉજવણીની તડામાર તૈયારીઓ, દર્શનાર્થીઓ માટે કરાઈ આ વ્યવસ્થા

Published On - 8:18 am, Mon, 28 February 22