અરવલ્લીની ભિલોડા તા.પં.ની ઉબસલ બેઠક પેટા ચૂંટણીમાં AAPની જીત, અપક્ષ પાસેથી બેઠક છિનવી

|

Oct 05, 2021 | 5:06 PM

અરવલ્લીની ભીલોડા તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી જીતી ગઈ છે. ઉબસલ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર રૂપસિંહ ભગોરા વિજયી બન્યા છે.

અરવલ્લીની ભીલોડા તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી જીતી ગઈ છે. ઉબસલ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર રૂપસિંહ ભગોરા વિજયી બન્યા છે. તેઓ 1 હજાર 15 મતથી વિજેતા બન્યા છે. અગાઉ આ બેઠક અપક્ષ પાસે હતી. નોંધનીય છેકે ભાજપ,કોંગ્રેસના ઉમેદવારોને હરાવી આપ ઉમેદવારે જીત હાંસિલ કરી છે. આપ સમર્થકોએ આ જીતની ઉજવણી કરી છે.

ગાંધીનગર મનપામાં આપને એક બેઠક મળી, આપ પક્ષને હારનો સ્વીકાર કર્યો

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત અને આમ આદમી પાર્ટીને માત્ર એક સીટ મળી છે. ત્યારે ગોપાલ ઈટાલીયાએ મીડિયા સાથેની વાતચીતમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપ પાર્ટીની હારનો સ્વીકાર કર્યો.આપ નેતા ગોપાલ ઇટાલીયાએ નિવેદન આપ્યું છે કે “નાનકડી ચૂંટણીમાં CMને રોડ શો કરતા કર્યાનો અમને ગર્વ છે.વર્ષોથી રહેલા પીઢ નેતાઓને અમે હંફાવ્યા છે.આમ આદમી પાર્ટી પર ગાંધીનગરની 17 ટકા જનતાએ ભરોસો મુક્યો છે અને આ ચૂંટણીમાં અમે જીત કરતા વધુ અનુભવ મેળવ્યો છે.”

ઉલ્લેખનીય છે કે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 11 વોર્ડના 44 ઉમેદવારોમાંથી એક માત્ર વોર્ડ-6માં AAP નો એક ઉમેદવાર જીત્યો છે. વોર્ડ-6 માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તુષાર પરીખ 3974 મતે જીત્યા છે. આ સાથે જ 3 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જીત્યા છે, જેમાં ભાવનાબેન ગોલ 4062, પ્રેમલત્તાબેન મહેરિયા 3825 મતે અને ગૌરાંગ વ્યાસ 4492 મતે જીત્યા છે. આમ ત્રણ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના અને એક ઉમેદવાર AAPનો જીતતા વોર્ડ-6માં ભારતીય જનતા પાર્ટીની પેનલ તૂટી છે.

Published On - 5:04 pm, Tue, 5 October 21

Next Video