‘આપ’ના નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું, અમે જનતા માટે લડવા નીકળ્યા છીએ, જ્યારે મતદાન કરવા જાવ ત્યારે આ યાદ રાખજો

| Edited By: | Updated on: Jan 18, 2022 | 1:43 PM

ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, કોઈના જવાથી પાર્ટીને કોઈ ફરક પડવાનો નથી. આમ આદમી પાર્ટી ગરીબો માટે લડાઈ લડી રહી છે, અમારે લોકો માટે કામની રાજનીતિ સિવાય બીજું કશું નથી કરવું, ભાજપ પ્રેશર ટેકનિટ અપનાવે છે

આમ આદમી પાર્ટી (Aam Admi party) માંથી વિજય સુવાળા અને મહેશ સવાણી તથા અમદાવાદના યુવા ઉપાધ્યક્ષ નીલમબેન વ્યાસ પક્ષ છોડી દીધા બાદ ઇસુદાન ગઢવી પણ પક્ષ છોડી રહ્યા હોવાની ચર્ચાઓ વચ્ચે આજે તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરીને પોતા આપ (AAP)માં જ હોવાનું જણાવ્યું હતું.

વિજય સુવાળા અને મહેશ સવાણીએ પાર્ટી છોડવાને પગલે ઈસુદાન ગઢવી (Isudan Gadhvi) એ કહ્યું હતું કે, કોઈના જવાથી પાર્ટીને કોઈ ફરક પડવાનો નથી. આમ આદમી પાર્ટી ગરીબો માટે લડાઈ લડી રહી છે, અમારે લોકો માટે કામની રાજનીતિ સિવાય બીજું કશું નથી કરવું.

તેમણે ભાજપ પર નિશાન તાકતાં કહ્યું કે ભાજપ સરકારે અમને જેલમાં પૂર્યા છે. મને દારૂના કેસમાં ફસાવવાની કોશિશ કરવામાં આવી છે. ભાજપની સામ, દામ અને દંડની નીતિ છે. પ્રેશર ટેક્નિક અપનાવી છે. ભૂતકાળમાં પણ ભાજપે અમારા કોર્પોરેટરોને તોડવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ફરીથી મોગલ માતાના સોગંદ ખાધા હતા અને કહ્યું હતું કે મેં દારૂ નથી પીધો. છતાં તમે મને બદનામ કર્યો.

સવાણીએ કહ્યું હતું કે હું રાજનીતિનો નહીં પણ સેવાનો માણસ છું

સુરતના ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર એવા મહેશ સવાણી (Mahesh Savani) એ પણ આમ આદમી પાર્ટી છોડી હોવાની જાહેરાત કરી છે. મહેશ સવાણીએ કહ્યું હતું કે, હું હવે આમ આદમી પાર્ટીમાં નથી. હું રાજનીતિનો નહીં પણ સેવાનો માણસ છું, મને કોઈ હોદ્દાનો મોહ નથી. હવે હું સેવાના કાર્યો પર વધુ ધ્યાન આપીશ.

વિજય સુવાળા પોતાના કાર્યક્રમોમાં સમય નથી કહી આપ છોડી ભાજપમાં જોડાયો

વિજય સુવાળા (Vijay suvala) એ ગાંધીનગર કમલમ પહોંચીને કેસરિયો ખેસ ધારણ કર્યો છે. આ પહેલાં તેણ કહ્યું હતું કે પોતાના કાર્યક્રમોમાં સમય નથી આપી શકતા અને આમ આદમી પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હોવાની વાત કરી હતી. ભાજપના પ્રદેશના નેતાઓ અને કેટલાક પ્રધાનોની હાજરીમાં વિજય સુવાળા કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ઉત્તરાયણે વિજય સુવાળાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં ભાજપે વિજય સુવાળાને વિધાનસભા ટિકિટ માટે બાંહેધરી આપી હોવાના અહેવાલ છે.

આ પણ વાંચોઃ પાટીદારોના સંગઠન SPGમાં પડ્યા ભાગલા, નારાજ હોદ્દેદારોએ નવી સમિતિ રચી, જાણો શું છે સમગ્ર વિવાદ

આ પણ વાંચોઃ Surat: વિવિધ 9 સ્થળો પર સ્ટેટ GST વિભાગના દરોડા, કરોડોની કરચોરી ઝડપાઇ

Published on: Jan 18, 2022 12:51 PM