ગુજરાતમાં(Gujarat)કોરોનાની બીજી લહેર અને તેની બાદ અમદાવાદ(Ahmedabad)શહેરમાં એપોઈનમેન્ટ વગર બંધ કરવામાં આવેલી આધાર કાર્ડ(Aadhar Card)સબંધી કામગીરીને હવે કોર્પોરેશનના મોટાભાગના સિટી સિવિક સેન્ટર ખાતે શરૂ કરી દેવામાં આવી છે. જેમાં હવે કોઇ પણ નાગરિક એપોઇન્ટમેન્ટ વિના પણ આધાર કાર્ડની કામગીરી માટે જઇ શકશે.
જેમાં કોરોનાની બીજી લહેર બાદ અમદાવાદ કોર્પોરેશન દ્વારા અમુક સ્થળોએ જ માત્ર એપોઇટમેન્ટથી આધાર કાર્ડની જરૂરી કામગીરી કરવામાં આવતી હતી. જેના લીધે સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. તેમજ ધક્કા ખાવાનો વારો આવતો હતો. જો કે હવે અમદાવાદ કોર્પોરેશને ફરી એક વાર આધાર કાર્ડની કામગીરી સિટી સિવિક સેન્ટરોએ એપોઇન્ટમેન્ટ વિના શરૂ કરી છે. જેના લીધે સામાન્ય નાગરિકોને તેનો ફાયદો થશે.
અમદાવાદ કોર્પોરેશન દ્વારા આધારકાર્ડની કામગીરી 40 ઓફિસ પર ફરી શરૂ કરવામાં આવી છે. જેમાં એપોઇન્ટમેન્ટ સિવાય પણ આધારકાર્ડની કામગીરી માટે નાગરિકો જઇ શકશે.
આ અંગેની ઝોન વાઇસ ઓફિસો આ મુજબ છે.
પૂર્વ ઝોન: રામોલ હાથીજણ રોડ સ્ટોર્સ, અમરાઇવાડી સિટી સિવિક સેન્ટર, ભાઇપુરા , ગોમતીપુર, વસ્ત્રાલ, નિકોલ સબ ઝોનલ ઓફિસ, લીલાનગર અર્બન હેલ્થ સેન્ટર, વિરાટનગર, ઓઢવ વોર્ડ ઓફિસ.
મધ્ય ઝોન: પોલિયો ફાઉન્ડેશન, રાયપુર, જમાલપુર સબઝોનલ ઓફિસ, દરિયાપુર સબ ઝોનલ ઓફિસ, ગુજરાત કામદાર કલ્યાણ કેન્દ્ર, અસારવા, શાહપુર સેન્ટર, ગિરધરનગર વોર્ડ ઓફિસ.
પશ્ચિમ ઝોન: ધરણીધર સિટી સિવિક સેન્ટર, મલ્ટિલેવલ પાર્કિંગ નવરંગપુરા, સાબરમતી વોર્ડ ઓફિસ, રાણીપ સબઝોનલ ઓફિસ, નારણપુરા સબ ઝોનલ
ઉ.પશ્ચિમ ઝોન: જૂની પંચાયત ઓફિસ,ચાંદલોડિયા, ચાણક્યપુરી બ્રીજ નીચે, ગોતા સબ ઝોનલ, થલતેજ ઓફિસ, મકરંદ દેસાઇ પુસ્તકાલય, બોડકદેવ,
દ.પશ્ચિમ ઝોન: સિવિક સેન્ટર, બોપલ, વેજલપુર વોર્ડ ઓફિસ, મક્તમપુરા સબ ઝોનલ ઓફિસ, સરખેજ સબઝોનલ ઓફિસ.
દક્ષિણ ઝોન: મણિનગર ઝોનલ ઓફિસ, વટવા, બહેરામપુરા, ઇન્દ્રપુરી દાણીલીમડા સબ ઝોનલ ઓફિસ.
ઉત્તર ઝોન: નરોડા પાણીની ટાંકી પાસે, કુબેરનગર વોર્ડ ઓફિસ, અર્બન હેલ્થ સેન્ટર, સરદારનગર, રાજીવ ગાંધી ભવન, મેમ્કો, ઇન્ડિયાકોલોની, બાપુનગર સબ ઝોનલ ઓફિસ, ઠક્કરબાપાનગર વોર્ડ ઓફિસ.
આ સેન્ટરો પર નાગરિક આધાર કાર્ડ સબંધી કામગીરી માટે એપોઇન્ટમેન્ટ વિના જઇ શકશે.
આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાના સત્ર પૂર્વે આજે ભાજપ ધારાસભ્ય દળની બેઠક, પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ હાજર રહેશે
આ પણ વાંચો : Vadodara માં હાઇપ્રોફાઇલ ગોત્રી દુષ્કર્મ કેસમાં યુવતીએ ચોંકાવનારા ખુલાસા કર્યા