Jamnagar: ખેડૂતો માટે રાહતના સમાચાર, અતિવૃષ્ટિના કારણે પાકને થયેલા નુકસાનના સર્વેની કામગીરી શરૂ

જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે પાકને થયેલ નુકસાન અંગે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 120 ગ્રામસેવકોને સર્વેની કામગીરી સોંપાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2021 | 2:41 PM

વરસાદથી હેરાન પરેશાન થઇ ગયેલા જામનગર (Jamnagar) જિલ્લાના લોકો માટે મોટા સમાચાર આવ્યા છે. જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે પાકને થયેલ નુકસાન અંગે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. મળેલી માહિતી અનુસાર રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 120 ગ્રામસેવકોને સર્વેની કામગીરી સોંપાઈ છે. જેને લઈને હવે જામનગર જિલ્લામાં સર્વે શરુ થઇ ગયો છે.

શ્રમ, રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાએ અધિકારીઓ સાથે આ અંગે સમીક્ષા બેઠક કરી ઉભા પાકને થયેલ નુકસાનના સર્વેની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવા આદેશો આપ્યા હતા. અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક નુકસાનીના સર્વેની કામગીરીને વધુ વેગવંતી બનાવવા રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 120 જેટલા ગ્રામસેવકોને સર્વેની કામગીરી સોંપવામાં આવી છે. માહિતી અનુસાર આગામી એકથી બે સપ્તાહની અંદર આ સર્વે પૂરો થશે અને બાદમાં સરકાર દ્વારા ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવશે.

તમને જણાવી દઈએ કે આજે જ મળેલી માહિતી અનુસાર જામનગર જિલ્લામાં પાક નુક્સાનીના સર્વેની કામગીરી જલ્દી શરૂ કરવા સરકારે આદેશ આપ્યા હતા. અતિવૃષ્ટિના કારણે જામનગર જિલ્લામાં ખેડૂતોને મોટાપાયે નુક્સાન થયું છે. જેને લઈ કેબિનેટ પ્રધાન બ્રિજેશ મેરજાએ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી અને ઉભા પાકને થયેલા નુક્સાનના સર્વેની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવા આદેશો આપ્યા હતા. જે બાદ હવે કામગીરી શરુ થઇ ગઈ છે. સર્વેની કામગીરી ગ્રામસેવકોને સોંપાઈ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક નુક્સાનીના સર્વેની કામગીરીને વધુ વેગવંતી બનાવવા રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર અને દેવભૂમિદ્વારકા જિલ્લાના 120 જેટલા ગ્રામસેવકોને કામગીરી સોંપવામાં આવી છે.

 

 

આ પણ વાંચો: ખેડૂતો માટે સારા સમાચાર, રાજ્યની નવી સરકારે પાક નુકસાની સામે બમણું વળતર આપવાની જોગવાઈ કરી

આ પણ વાંચો: Surat ના રસ્તા બદસુરત: ‘ગાડી તો તૂટી ગઈ, મારી કમર પણ તૂટી જશે’, સામાન્ય નાગરિકનો SMC ને કટાક્ષ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">