Vaccination: સુરતમાં પહેલીવાર મુસ્લિમ સમાજ માટે યોજાશે રસીકરણ અભિયાન, જાણો વિગતો

|

Jun 30, 2021 | 12:14 PM

સુરતમાં વધુ વેક્સિનેશન થાય તે અંગે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યા છે. આં અંતર્ગત હવે મુસ્લિમ સમાજ માટે થઈને રવિવારે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

Vaccination:  સુરતમાં પહેલીવાર મુસ્લિમ સમાજ માટે યોજાશે રસીકરણ અભિયાન, જાણો વિગતો
સુરતમાં વેક્સિનેશન કેમ્પ

Follow us on

કોરોનાના કેસો ઘટતાં સુરત મનપાએ વેક્સિનેશન કામગીરી તેજ બનાવી છે. શહેરમાં 23 જૂનથી મહા રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેના પ્રથમ દિવસે જ 35 હજાર કરતા વધારે લોકોને એકસાથે રસી મુકવામાં આવી હતી. જોકે તે પછી વેકસીનના ડોઝ ઓછા આવતા વેક્સિનેશન કામગીરી થોડી ધીમી જરૂર પડી હતી.

પરંતુ તેનો અર્થ એ નથી કે વેક્સિનેશનની પ્રક્રિયા અટકી જાય. હવે સુરતમાં પહેલીવાર મુસ્લિમ સમાજ માટે વેક્સિનેશનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આ રવિવારે મુસ્લિમ સમાજના લોકો માટે તેમજ વિસ્તારઅન્ય સમાજના લોકો માટે થઇને મહા વેકસીનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં મુસ્લિમ સહીત અન્ય સમાજના લોકોને પણ વેક્સિન આપવામાં આવશે.

સુરત મહાનગરપાલિકા અને ફૈઝ યંગ સર્કલ વકફ કમિટી દ્વારા સુરતના લીંબાયત વિસ્તારમાં રવિવારે સવારે 10 થી 2 દરમ્યાન આ કેમ્પ યોજાશે. જેમાં મુસ્લિમ સમાજના લોકોને ભાગ લેવા અપીલ કરવામાં આવી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ વેક્સિનેશન અભિયાન સાથે વેક્સિનને લઈને જાગૃતતા પણ ફેલાવવામાં આવી રહી છે. આ સમયે જ્યારે વેક્સિન જ એક ઉપાય છે ત્યારે આવા કાર્યક્રમો લોકોમાં વેક્સિનનો ડર દુર કરવા અને વેક્સિનેશન માટે પ્રોત્સાહન વધારવા જરૂરી બને છે.

હજી ઘણા લોકોમાં રસીને લઈને મૂંઝવણ જોવા મળી રહી છે. અને આ ડરના લીધે ઘણા લોકો વેક્સિનથી દૂર ભાગે છે. પરંતુ હાલના સમયમાં કોરોનાને નાથવા વેકસિન એ જ એકમાત્ર ઉપાય છે. તેની કોઈ આડઅસર નથી થતી એ હવે સાબિત પણ થઈ ચૂક્યું છે. ત્યારે લોકોને વેકસિન ફરજીયાત લેવા અપીલ કરાઈ છે.

હમણાં તો કોરોના સામે વેક્સિન એક જ હથિયાર છે. વેક્સિન મુકાવવાથી જ દેશને કોરોના મુક્ત બનાવી શકાશે. હજ, ઉમરાહ અને વિશ્વવ્યાપી 177 દેશોએ જ્યારે કોવિશિલ્ડ વેકસીનને મંજૂરી આપી છે. ત્યારે મુસ્લિમ સમાજ પણ કોઈપણ સંકોચ વગર રસી લે તેવો એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

આ અગાઉ પણ જરૂરીયાત પ્રમાણે ઘણી અલગ અલગ રીતે વેક્સિનેશન માટે જાગૃતતા લાવવાના પ્રયાસ માનપા દ્વારા કરવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ તાજેરતમાં મંદિરોમાં પણ વેક્સિનેશન શરુ કરવાની વાત કરવામાં આવી હતી.

 

આ પણ વાંચો: Surat : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો નિર્ણય, 19 જુલાઇથી ઓફલાઇન પરીક્ષા યોજાશે

આ પણ વાંચો: Twitter પર ફરી નોંધાયો કેસ, આ વખતે બાળકોને લગતી અશ્લીલ સામગ્રીના પ્રસારણનો આરોપ

Next Article