VIDEO: તીડને લઈ ગુજરાત માટે રાહતના સમાચાર, તીડનું ઝુંડ રાજસ્થાન તરફ ગયું

|

Dec 28, 2019 | 5:16 AM

તીડને લઈ ગુજરાત માટે રાહતના સમાચાર છે. સતત બે દિવસથી પવનની દિશા રાજસ્થાન તરફ હોવાના કારણે તીડનું ઝુંડ રાજસ્થાન તરફ ગયું છે. જ્યારે તીડનું એક ઝુંડ થરાદને અડીને આવેલા ધાનેરાના ગામમાં છે. આજે કેન્દ્ર અને રાજ્ય સરકારની ટીમો ધાનેરા અને દાંતીવાડામાં તીડ નિયંત્રણની કામગીરી કરી રહી છે. જો કે હજુ પણ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને […]

VIDEO: તીડને લઈ ગુજરાત માટે રાહતના સમાચાર, તીડનું ઝુંડ રાજસ્થાન તરફ ગયું

Follow us on

તીડને લઈ ગુજરાત માટે રાહતના સમાચાર છે. સતત બે દિવસથી પવનની દિશા રાજસ્થાન તરફ હોવાના કારણે તીડનું ઝુંડ રાજસ્થાન તરફ ગયું છે. જ્યારે તીડનું એક ઝુંડ થરાદને અડીને આવેલા ધાનેરાના ગામમાં છે. આજે કેન્દ્ર અને રાજ્ય સરકારની ટીમો ધાનેરા અને દાંતીવાડામાં તીડ નિયંત્રણની કામગીરી કરી રહી છે. જો કે હજુ પણ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણાના કુલ 124 ગામોમાં તીડનો આતંક યથાવત્ છે.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તીડને નિયંત્રણમાં લેવા અને તીડ કઈ તરફ જઈ રહ્યા છે, તેનો સર્વે કરવા માટે સરકારની કુલ 33 ટીમો કામે લાગેલી છે. ત્યારે રાજ્ય સરકારના કૃષિ વિભાગના અધિકારીનું કહેવું છે કે દવાના છંટકાવ ઉપરાંત ખેતરમાં પાણીના ફુવારા ચાલુ રખાય તો તીડ બેસતા નથી. જેથી આ પ્રકારનો પ્રયોગ કરવા માટે અસરગ્રસ્ત ગામોમાં દિવસ દરમિયાન પણ વીજપુરવઠો ચાલુ રખાયો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તીડના આતંકની વાત કરીએ તો હાલ બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં તીડનું આક્રમણ છે. જેમાં સૌથી વધુ અસરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લો છે. જેના 13 તાલુકાના 114 ગામોમાં તીડની હાજરી છે. જ્યારે મહેસાણાના એક તાલુકાના 5 ગામોમાં તીડનો આતંક છે. જ્યારે પાટણના 2 તાલુકાના 4 ગામોમાં તીડનું આક્રમણ છે. સાબરકાંઠાના 1 તાલુકાના 1 ગામમાં તીડની હાજરી જોવા મળી છે. જેથી સરકારી અધિકારીઓની ટીમોએ તીડના લોકેશન ટ્રેક કરીને તેના પર નિયંત્રણની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: 15 જાન્યુઆરી 2020થી સરકાર 12 રાજ્યોમાં લાગૂ કરશે ‘વન નેશન વન રાશનકાર્ડ’

Next Article