Surat ની આ હોસ્પિટલમાં એક જ દિવસમાં 22 બાળકોનો જન્મ, સર્જાયો રેકોર્ડ

|

Sep 07, 2021 | 4:53 PM

સગર્ભા માતાના કુખે જો દીકરી જન્મ લે તો તેમની પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવતો નથી. વધુમાં જે દંપતીને પરિવારમાં એક કરતા વધુ દીકરીઓ હોય તેવી આ દીકરીઓને એક લાખ રૂપિયાના બોન્ડ પણ કરી આપવામાં આવે છે. 

Surat ની આ હોસ્પિટલમાં એક જ દિવસમાં 22 બાળકોનો જન્મ, સર્જાયો રેકોર્ડ

Follow us on

સુરત (Surat)માં નાના વરાછા વિસ્તારમાં આવેલી ડાયમંડ હોસ્પિટલ (Diamond Hospital)માં એક જ દિવસે એક સાથે 22 બાળકોનો જન્મ થતાં હોસ્પિટલ બાળકોની કિલકિલયારીઓથી ગુંજી ઉઠી હતી. આ હોસ્પિટલના આઠ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આટલા બાળકોની ડિલિવરી એક સાથે કરવામાં આવી છે. જે પણ એક રેકોર્ડ છે. નોંધાયેલ 22 બાળકોમાં 10 દીકરીઓ અને 12 દીકરાઓનો સમાવેશ થાય છે.

 

સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ દ્વારા સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં દીકરીની ડિલિવરી મફતમાં કરવામાં આવે છે. એટલે કે સગર્ભા માતાના કુખે જો દીકરી જન્મ લે તો તેમની પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવતો નથી. વધુમાં જે દંપતીને પરિવારમાં એક કરતા વધુ દીકરીઓ હોય તેવી આ દીકરીઓને એક લાખ રૂપિયાના બોન્ડ પણ કરી આપવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 

આ હોસ્પિટલમાં સામાન્ય ડિલિવરીનો ચાર્જ માત્ર 1800 રૂપિયા છે અને સિઝેરિયન ડિલિવરીનો ચાર્જ 5 હજાર રૂપિયા છે. પરંતુ જો ઘરમાં લક્ષ્મીનો જન્મ થાય તો ડિલિવરી ફ્રીમાં કરી આપવામાં આવે છે. એટલે કે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી.

 

તે જ પ્રમાણે અન્ય સારવાર પણ અહીં રાહત દરે આપવામાં આવે છે. જેથી સરકારી હોસ્પિટલમાં સિવિલ અને સ્મીમેર બાદ સૌથી વધારે ઓપીડી ધરાવતી આ હોસ્પિટલ ગરીબોની બેલી છે. જેથી આ હોસ્પિટલ માટે આ સિદ્ધિ ખુબ મોટી ગણાય. એક સાથે અલગ અલગ 22 માતાઓના કૂખેથી 22 જેટલા સ્વસ્થ અને તંદુરસ્ત બાળકોએ જન્મ લેતા હોસ્પિટલ સ્ટાફમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ હતી. નવજાત બાળકોના માતાપિતાની સાથે હોસ્પિટલ સ્ટાફમાં પણ ખુશહાલી જોવા મળી હતી.

 

નોંધનીય છે કે શહેરમાં વસતા હજારો મધ્યમ વર્ગના પરિવારો માટે આ ડાયમંડ હોસ્પિટલ આશીર્વાદરૂપ બની ગઈ છે. અહીં સંખ્યાબંધ પરિવારો આ હોસ્પિટલમાં રાહત દરે વિવિધ રોગોને લગતી સારવાર મેળવી રહ્યા છે. અહીં મોતિયાના ઓપરેશન પણ નિઃશુલ્ક કરવામાં આવે છે. દર્દીઓ પાસેથી તેના માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લીધા વિના આધુનિક તકનીકથી મોતિયાનું ઓપરેશન કરી આપવામાં આવે છે. સારવારમાં એક ડગલું આગળ વધીને હવે ડાયમંડ હોસ્પિટલ નવજાત શિશુઓને એનઆઈસીયૂમાં એટલે કે કાચની પેટીમાં રાખવાની સારવાર પણ તદ્દન મફત ઉપલબ્ધ કરાવવા જઈ રહ્યા છે.

 

આ પણ વાંચો : Surat : કાપડ ઉધોગ ધમધમતો થતા રેલવેના પાર્સલ વિભાગની આવકમાં થયો વધારો

Next Article