ગુજરાતમાં (Gujarat) ધીરેધીરે કોરોનાના (Corona) કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. પરંતુ, કોરોનાને કારણે મોતની (Death) સંખ્યા વધી રહી છે. જે ચિંતાનો વિષય બન્યો છે. રાજયમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 7606 કેસ નોંધાયા છે. જયારે કોરોનાને કારણે 34 દર્દીઓના મોતના સમાચાર છે.
રાજ્યમાં ફરી એકવાર કોરોનાના નવા કેસમાં નજીવો ઘટાડો થયો છે. એક દિવસમાં 7, હજાર 606 નવા કેસ નોંધાયા. તો એક દિવસમાં રાજ્યમાં 34 લોકોનાં મોત થયા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 3 હજાર 118 કેસ સાથે 10 દર્દીના નિધન થયા. તો વડોદરા શહેરમાં કોરોનાના 1127 કેસ સાથે 4 દર્દીનાં મોત નિપજ્યા. રાજકોટ શહેરમાં 238 કોરોના કેસ સાથે 2નાં મોત થયા.જ્યારે સુરત શહેરમાં કોરોનાના 227 કેસ અને 3 લોકોનાં મોત થયા છે. સુરત જિલ્લામાં પણ 162 પોઝિટિવ કેસ અને 3 લોકોનાં નિધન થયા. તો ગાંધીનગર શહેરમાં નવા 354 કેસ અને 2ના મોત થયા. ભાવનગરમાં 65 નવા કેસ અને 1 દર્દીનું મોત થયું. આ તરફ જામનગર શહેરમાં કુલ 49 કેસ નોંધાયા અને 1 દર્દીનું મોત થયું. બીજી તરફ રાજ્યમાં એક જ દિવસમાં 13 હજાર 195 દર્દી સાજા થયા છે.જેની સાથે જ રાજ્યનો રિકવરી રેટ વધીને 93.75 ટકા થયો છે. રાજ્યમાં હાલ 63 હજાર 564 એક્ટિવ કેસ છે. જેમાંથી 266 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 63 હજાર 298 દર્દીની હાલત સ્થિર છે.
રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા ભલે રાહત મળી હોય.પરંતુ મોતનો આંકડો હજી પણ ઉંચો છે.રાજ્યમાં સતત દૈનિક મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે.સતત બીજા દિવસે પણ રાજ્યમાં કોરોનાથી 34 દર્દીના મોત થયા છે.અમદાવાદ શહેરમાં સૌથી વધારે 10 દર્દીઓને કાળમુખો કોરોના ભરખી ગયો.વડોદરા શહેરમાં કુલ 4 દર્દીના મોત થયા છે.જ્યારે સુરત શહેર અને જિલ્લામાં કુલ 6 લોકોનો કોરોના ભરખી ગયો છે.જ્યારે ગાંધીનગર અને રાજકોટમાં 2-2 લોકોના મોત થયા છ..તો ભરૂચમાં 3 અને ભાવનગર શહેર અને જિલ્લામાં એક એક દર્દીનું મોત થયું.તો મોરબી, જામનગર, વલસાડ અને પંચમહાલમાં એક એક દર્દીનું મોત થયું છે.
Published On - 7:56 pm, Thu, 3 February 22